સુરત: દેશી બનાવટની લોડેડ પિસ્તોલ સાથે 2 ઈસમો ઝડપાયા
26, નવેમ્બર 2020

સુરત-

જહાંગીરપુરા ઇસ્કોન સર્કલ પાસેથી પોલીસે દેશી બનાવટની લોડેડ પિસ્તોલ સાથે 2 યુપીવાસીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. પોલીસે 9 કારતૂસથી લોડેડ પિસ્તોલ અને એક મેગઝિન પણ કબ્જે લીધું હતું. પકડાયેલા આરોપી 2 દિવસ પહેલા જ સુરત આવ્યા હતા અને પોતાના શોખ માટે હથિયાર રાખતા હતા. તેણે BSC સુધીનો અભ્યાસ કર્યો છે. સુરતમાં જહાંગીરપુરા પોલીસને મળેલી બાતમીના આધારે પોલીસ ટીમે જહાંગીરપુરા ઇસ્કોન સર્કલ પાસે વોચ ગોઠવી શુભમસીંગ રામસીંગ રાજપુત અને સુશીલકુમાર અરૂણકુમાર મિશ્રાને ઝડપી પાડી તેમની પાસેથી 9 કારતૂસની લોડેડ દેશી બનાવટની પિસ્તોલ અને એક મેગઝિન કે જેમાં 6 નંગ જીવતા કારતૂસ હતા. તે મળી કુલ રૂપિયા 26,500નો મુદ્દામાલ કબ્જે લીધો હતો.  આ બંને આરોપીની પુછપરછ હાથ ધરી હતી. જેમાં તેમણે પોતાના શોખ માટે દેશી બનાવટની પિસ્તોલ અને કારતૂસ યુપીના પ્રતાપગઢ ખાતેથી રૂપિયા 28,000માં ખરીદયાની કબૂલાત કરી હતી. મુંબઇમાં છૂટક કામકાજ કરતા બંને આરોપી 2 દિવસ અગાઉ જ કામધંધાની શોધમાં સુરત આવ્યા હતા અને પોલીસના હાથે ઝડપાયા હતા.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution