સુરત-

શહેરના લીંબાયત વિસ્તારમાં બીજેપી સમર્થન લાગેલા બેનરોના કારણે ખાસ કરીને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસની મુશ્કેલીમાં વધારો થયો છે.કારણ કે એક તો મનપાની ચૂંટણીમાં પ્રચાર કરવા માટેનો સમયગાળો ટૂંકો છે અને વિસ્તાર પણ ખાસ્સો મોટો હોય છે.તેવા સમયે કોઈ એક જ પક્ષને સમર્થન આપતા બેનરોના કારણે તે સોસાયટીઓમાં તે પ્રચાર માટે તે જઈ શકતા નથી.આમ,મનપાની ચૂંટણીને લઈને હાલ સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી સોસાયટીઓમાં જ્ઞાનતંતુઓની લડાઈ શરૂ થઇ ગઈ છે.

સમગ્ર રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને હવે પ્રચાર પ્રસારનો દોર તેજ બન્યો છે.શહેરની વિવિધ સોસાયટીઓમાં વિવિધ પ્રકારની પોસ્ટર વોર શરૂ થઇ ગઈ છે. ગત 5 વર્ષોમાં જે સોસાયટીઓમાં એક પણ વિકાસના કર્યો ન થયા હોય ત્યાં,લોકો દ્વારા કોઈ પણ રાજકીય પક્ષના નેતાઓ-કાર્યકર્તાઓએ આવવું નહીં ના બેનરો લાગ્યા છે.જયારે, શહેરના લીંબાયત વિસ્તારમાં આવેલા ગોડાદરાના પટેલ નગરમાં ભાજપ સિવાય કોઈ પાર્ટીએ અંદર આવવું નહિ તેવા લખાણ સાથેના બેનર લાગ્યા છે.તો બીજી તરફ સુરતના ઉધના વિસ્તારની કેટલીક સોસાયટીમાં ભાજપ નો વિરોધ થઈ રહ્યો છે. સુરત શહેરની વિવિધ સોસાયટીઓમાં લગાડવામાં આવેલા આવા બૅનરોના કારણે સોસાયટીઓ વચ્ચે પણ મતભેદો વધે તેવી સંભાવના છે.