11, જુલાઈ 2020
સૂુરત-
ગુજરાતીઓને દરેક મુશ્કેલીને અવસરમાં ફેરવતા ખુબજ સારી રીતે આવડે છે અને તેમા પણ પાછા સુરતી લોકો દરેક વસ્તુને એક અનોખો ટચ આપનવામાં માને છે.
થોડા દિવસ અગાઉ આપણે પુણેમાં એક માણસ પાસે સોનાનુ માસ્ક જોયુ હતુ જોકે એણે તો ફક્ત પોતાના માટે જ આ માસ્ક બનાવડાવ્યું હતુ.તેનુ જોઇને આપણી સુરતી પ્રજા પાછળ નથી રહી.
સુરતમાં હાલ ભલે હિરા બજાર થોડુ ઠંડુ હોય પણ હિરાની માંગ તેજી પર છે.સુરતના એક સોનીએ હિરા જડિત માસ્કનો વેપાર શરુ કર્યો છે જે સૌના માટે આકર્ષણનુ કેન્દ્ર બન્યુ છે.
આ હિરા જડિત માસ્કની કિમંત 1થી 4લાખ રુપીયાની વચ્ચે રાખવામાં આવી છે.