સુરત: લિવઇન રિલેશનશીપમાં રહેલી યુવતીએ શા માટે કરી આત્મહત્યા, જાણો વધુ
15, માર્ચ 2021

સુરત-

સુરત શહેરમાં દિનપ્રતિદિન આપઘાતની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે ત્યારે વધુ એક આપઘાતની ઘટના સુરત શહેરમાં સામે આવી છે. અહીંયા લીવ ઈન રિલેશનશીપમાં રહેતી એક યુવતીનો કરૂણ અંજામ આવ્યો છે. યુવતીએ છૂટાછેડા લીધા બાદ પરિવારની મરજી વિરુદ્ધ એક યુવક સાથે લીવ ઈન રિલેશનશીપ બાંધ્યો હતો અને યુવક સાથે એક વર્ષથી સાથે રહેતી હતી. જાેકે, ગત રોજ આ યુવતીએ આપઘાત કરી લેતા હાહાકાર મચી ગયો છે. સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં લગ્ન તૂટ્યા બાદ પરિવારની મરજી વિરુદ્ધ એક યુવાન સાથે છેલ્લા એક વર્ષથી લિવઈન માં રહેતી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.

બનાવની વિગત એવી છે કે મૂળ મહારાષ્ટના વતની વતની અને હાલ પરવત પાટિયાગામમાં પટેલ ફળિયામાં રહતી મહિલા જ્યોતિના લગ્ન આજથી પાંચ વર્ષ પહેલા પરિવરે ઉત્તર પ્રદેશ ખાતે તિવારી નામના યુવાન સાથે કરાવ્યા હતા. જાેકે પહેલાં તો લગ્ન જીવન બરાબ ચાલ્યું પણ છેલ્લા કેટલાક સમયથી લગ્ન જીવન બરાબર ન ચાલતું હોવાને લઈને આ મહિલા પોતાના પતિને છોડી છૂટાછેડા લઈને સુરત ખાતે આવી ગઈ હતી. જયોતિએ પરિવારની વિરુધ્ધ જઇ યુવક સાથે છૂટાછેડા લઇ લીધા હતા. ત્યારથી જયોતિ સુરતમાં પરિવારથી અલગ રહેતી હતી. જયોતિ એક વર્ષ અગાઉ દિપક નામના યુવક સાથે પ્રેમસબંધ થઈ જતા તેઓ લીવ ઇન રિલેશનશિપમાં રહેતા હતા. જાેકે, ગતરોજ કોઈ બાબતે આ યુવક સાથે માથાફૂટ થયા બાદ આ મહિલાએ પોતાના ઘરની છત સાથે સાડી વડે ગળે ફાસો ખાઈને આપઘા કરી લીધો હતો.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution