સુરત: જિમ ટ્રેનરે સ્ટીરોઈડનો ઓવરડોઝ કરીને પોતાના કારમાં આત્મહત્યા કરતા ચકચાર
03, ઓક્ટોબર 2020

સુરત-

સુરતમાં એક પ્રખ્યાત જિમ ટ્રેનરની શંકાસ્પદ હાલતમાં પોતાની કારમાં લાશ મળી છે. નેઝલ કેરીવાળા નામના જિમ ટ્રેનરે કારમાં આપઘાત કર્યો હોવાની આશંકા છે. પોલીસને તેમની કારમાં ઈન્જેક્શન અને સ્ટીરોઈડના દવાની બોટલ મળી આવી છે. ત્યારે જિમ ટ્રેનરે સ્ટીરોઈડનો ઓવરડોઝ કરીને આત્મહત્યા કરી હોવાનું પોલીસનું અનુમાન છે. નેઝલ કેરીવાળા ઉધનામાં જિમ ટ્રેનર હતો. મોડી રાત્રે તેની કાર ઉધના પોલીસને રસ્તા પર મળી આવી હતી. પોલીસને કારમાંથી નેઝલની લાશ મળી આવી હતી. પોલીસે કાર્યવાહી કરીને વધુ તપાસ હાથ ધરી છે કે, આ આત્મહત્યા છે કે હત્યા. મેઝલે કારમાં આપઘાત કરી લીધો હોવાની આશંકા છે મોડીરાત્રે કારમાંથી લાશ મળતા અડાજણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. શંકાસ્પદ મોત અંગે પોલીસે તપાસ શરૂ કરી છે. મેઝલ સ્ટેટ લેવલે બોડી બિલ્ડિંગ સ્પર્ધામાં વિજેતા બનેલો છે. પોલીસને કારમાંથી ઇન્જેક્શન અને સ્ટીરોઇડની દવાની બોટલ મળી આવી છે. જેને કારણે સ્ટીરોઇડનો ઓવરડોઝ લીધાની આશંકા છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution