સુરત: યુવતી સાથે દુષ્કર્મના આરોપી લંપટ ભૂવાનો વિડીયો થયો વાયરલ
10, ફેબ્રુઆરી 2021

સુરત-

સુરત શહેરમાં ગુનાખોરીનું પ્રમાણ દિવસેને દિવસે વધી રહ્યું છે. પોલીસની બીક જ ન હોય તેમ એક પછી એક ક્રાઈમની ઘટનાઓ સામે આવી રહી છે. આ સિવાય મહિલા અત્યાચારની ઘટનાઓમાં પણ વધારો થઈ રહ્યો જાેવા મળી રહ્યો છે. ત્યારે આજે રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક હવસખોર ભૂવાએ ૨૧ વર્ષિય યુવતીને દાસી બનાવી હવસનો શિકાર બનાવ્યાની ઘટના સામે આવી છે.

સુરતના ઉગત આવાસ વિસ્તારમાં રહેતી એક ૨૧ વર્ષિય યુવતીએ ૪૦ વર્ષિય બિપીન ગોવિંદ સોંધરવા નામના ૪૦ વર્ષિય વ્યક્તિ વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. યુવતીની ફરિયાદ અનુસાર, આરોપી ભૂવાજીનું કામ કરે છે, અને તેણે તેને દાસી બનાવી તેની સાથે દુષ્કર્મ આચર્યું છે. પોલીસ ફરિયાદ નોંધાતા ભૂવાએન આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેથી તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. જાે કે, બિપીન ભૂવો હોવાનો ઢોંગ કરતો વીડિયો વાઇરલ પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. જેને લઈને ચર્ચા જાગી છે. સુરતના ઉગત વિસ્તારમાં રહેતા ૪૦ વર્ષિય બીપીન સોંધરવા જે પોતાની જાતને ભૂવો કહે છે. તેણે પોતાને મામા કહેતી ૨૧ વર્ષિય ભાણીને હવસનો શિકાર બનાવી છે.

યુવતીની ફરિયાદ અનુસાર, તે આરોપીને મામા કહેતી હતી. તે પહેલા અડાજણ વિસ્તારમાં રહેતો હતો ત્યારે, યુવતીના પિતાએ ભીવાની પત્નીને બહેન માની હોવાથી તેની અવર જવર રહેતી હતી. તેની માતાનું અવસાન થતા પિતાએ બીજા લગ્ન કરી લીધા, જેથી યુવતીને તેની સાવકી મા સાથે બનતું ન હોવાથી તે આ આરોપી ભૂવો જ્યાં રહેતો હતો ત્યાં રહેવા જતી રહી હતી. ત્યારબાદ ૨૦૧૮માં ભૂવાની પત્ની પણ મરી ગઈ અને તે ઉગત આવાસમાં રહેવા આવી ગયો.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution