સુરત: મારુતિ વાનમાં અચાનક આગ લાગતા બળીને ખાક, કોઈ જાનહાની નથી થઈ
15, ફેબ્રુઆરી 2021

સુરત-

સુરતના અમરોલી વિસ્તારમાં આવેલા બ્રીજ પરથી એક મારુતિ વાન પસાર થઈ રહી હતી ત્યારે તેમાં અચાનક આગ લાગતા બ્રીજ પરથી પસાર થતા રાહદારીઓમાં આશ્ચર્ય ફેલાઈ ગયું હતું, ચાલતી મારુતિના એન્જીનના ભાગે ધુમાડો નીકળતા ગાડીમાં ગાડી ચાલક અને તેના મિત્ર આશ્ચર્યમાં પડી ગયા હતા તેમણે તરત ગાડીને રોડની બાજુએ ઉભી રાખી અને ત્યારે જ તેના એન્જીનમાં આગ લાગી ઉઠતા તેઓ તરત ગાડીમાંથી બહાર આવી ગયા હતા, જોતજોતામાં ગાડીમાં આગ પકડાઈ ગઈ હતી, રસ્તે જતા રાહ્દારીમાથી એક રત્નકલાકારે તરત ફાયર બ્રિગેડમાં ફોન કરીને જણાવ્યું હતું કે અમરોલી બ્રીજ ઉપર એક કારમાં આગ લાગી ગઈ છે અને તે ત્યાંથી નોકરીએ ચાલી ગયો હતો, બ્રીજ ઉપર બળતી ગાડી જોવા લોકો ઉભા રહી જતા બ્રીજ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા, ફાયર બ્રિગેડે તરત ઘટના સ્થળે પહોચીને આગ પર કાબુ મેળવી લીધો હતો, પરંતુ ત્યાં સુધીમાં ગાડી બળીને ખાક થઈ ગઈ હતી, સદનસીબે કોઈ જાનહાની થઈ નથી. કરશનભાઈ જણાવ્યું કે અમે એક ડાયમંડ કંપનીમાં કામ કરીએ છીએ અને નોકરી ઉપર જતા હતા ત્યારે કારમાં અચાનક આગ લાગી ગઈ હતી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution