સુરત : પ્રથમ તબક્કામાં મેટ્રો ટ્રેન પ્રોજેક્ટના રૂ.2795 કરોડના ત્રણ ટેન્ડરો મંજૂર કરાયા
18, જાન્યુઆરી 2021

સુરત-

પીએમ મોદીના હસ્તે સોમવારે ઈ ભુમીપુજન કરવામાં આવ્યું. આ પ્રોજેક્ટથી સુરતના વિકાસમાં એક નવી યશકલગી ઉમેરાવાની છે ત્યારે, આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ ઝડપથી કાર્યાન્વિત થાય તે માટે તંત્ર દ્વારા પ્રથમ તબક્કામાં સુરત મેટ્રો ટ્રેન પ્રોજક્ટ અંગેના રૂ.2795 કરોડના ખર્ચે ત્રણ ટેન્ડરો મંજૂર કર્યાછે. મેટ્રોની પ્રથમ ફેઝની કામગીરી હેઠળ ડ્રીમ સિટી ખજોદથી કાદરશાની નાળ સુધી 10 સ્ટેશન સહિત 11.6 કિ.મીના લંબાઈના એલિવેટેડ વાયડકટનું બાંધકામનું રૂ. 780 કરોડનું ટેન્ડર મંજૂર કરાયું છે, આ ઉપરાંત કાપોદ્રા રેમ્પથી સુરત રેલ્વે સ્ટેશનના 3.55 કિ.મી.ના રૂટમાં ત્રણ સ્ટેશન માટેની ટનલની ડિઝાઇન અને બાંધકામનું રૂ.1073 કરોડનું ટેન્ડર તથા સુરત રેલ્વે સ્ટેશનથી ચોકબજાર સુધીના 3.46 કિ.મી.ના રૂટમાં રૂ.942 કરોડના ખર્ચે ત્રણ સ્ટેશન માટેની ટનલની ડિઝાઇન અને બાંધકામના ટેન્ડર મંજૂર કરવામાં આવ્યાં છે. જ્યારે બાકીના કામોની ટેન્ડર પ્રક્રિયા પ્રગતિ હેઠળ છે. આમ,આ પ્રોજેક્ટ હવે તેજ ગતિએથી કાર્ય કરશે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution