સુરેન્દ્રનગર: ધોળીધજા ડેમ ઓવરફ્લો થતાં ભોગાવો નદીમાં પૂર, બ્રિજ પર પાણી ફરી વળતાં માર્ગો બંધ
24, ઓગ્સ્ટ 2020

સુરેન્દ્રનગર-

સૌરાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં જ સુરેન્દ્રનગર જિલ્લામાં 2 ઇંચથી લઇને 7 ઇંચ સુધી વરસાદ ખાબક્યો હતો. જેને કારણે આખો જિલ્લો પાણી પાણી થઈ ગયો છે. તેમજ ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ધોળીધજા ડેમ ઓવરફ્લો થતાં ભોગાવો નદીમાં પૂર આવ્યા છે.

ભોગાવો નદીમાં પૂર આવતાં સુરેન્દ્રનગર શહેરના અનેક કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. જેને કારણે આ કોઝવે પર વાહન વ્યવહાર બંધ થઈ ગયો છે. જીલ્લા પંચાયતથી સર્કીટ હાઉસ, રાજથી રતનપર , જોરાવરનગર કોઝવે તરફનો રોડ, આટૅસ કોલેજથી જોરાવરનગર તરફનો રોડ બંધ અને જીઆઈડીસીથી વઢવાણ તરફનો રોડ બંધ થઈ ગયો છે. જેને કારણે સ્થાનિકોને અવર-જવરમાં તકલીફ પડી રહી છે. 

સુરેન્દ્રનગર જિલ્લામાં ગત 24 કલાકમાં બે ઇંચતી 7 ઇંચ સુધી વરસાદ ખાબક્યો હતો. જેને કારણે આખા જિલ્લામાં પાણી પાણી થઈ ગયું છે. લખતર તાલુકામાં 6.5 ઇંચ વરસાદ ખાબક્યો હતો. સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકામાં 7 ઇંચ, થાનગઢમાં પોણા સાત ઇંચ, 6.3 ઇંચ, સાયલામાં 4.5 ઇંચ, ધ્રાંગધ્રા, 4 ઇંચ, લીંબડીમાં પોણા ચાર ઇંચ, ચોટીલામાં સાડા 3 ઇંચ, દસાડામાં 2.5 ઇંચ, ચુડામાં બે ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution