સુશાંતે મધરાતે જે મિત્રને ફોન કર્યો હતો, તેણે હવે લખી ભાવુક પોસ્ટ: કહ્યુ-'ધરતીમાતાની કસમ...'
20, જુન 2020

બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે રવિવારે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતા બોલિવૂડ ઈન્ડસ્ટ્રી સહિત દેશ આખો સ્તબ્ધ થઈ ગયો છે. એક ઝગમગતા સિતારાએ અચાનક પોતાનું જીવન ટૂંકાવી દીધુ. આ બધામાં જા સૌથી સ્તબ્ધ થયો હોય તો તે છે અભિનેતા મહેશ કૃષ્ણા શેટ્ટી જે સુશાંતના એકદમ ખાસ મિત્રોમાંથી એક ગણાય છે. આ એ જ વ્યક્તિ છે જેને સુશાંતે છેલ્લે ફોન કર્યો હતો. પરંતુ ત્યારે મહેશ સુશાંતનો ફોન ઉઠાવી શક્યો નહતો. સુશાંતના નિધન બાદ હવે મહેશે પોતાના આ જીગરી દોસ્તની યાદમાં એક ભાવુક પોસ્ટ લખી છે.

મહેશે સોશિયલ મીડિયા પર એક લાંબી લચક પોસ્ટ દ્વારા સુશાંત સાથે વિતાવેલા સમયને યાદ કર્યો છે અને એક્ટરના ખુબ વખાણ કર્યા છે. મહેશે સુશાંતને પોતાનો ભાઈ ગણાવ્યો. પોસ્ટમાં તેણે લખ્યું કે પોતાની જિંદગીમાં તમે અનેકવાર એવા માણસને મળો છો કે જેની સાથે તમારું જબરદસ્ત બોન્ડિંગ થઈ જાય છે. એવું લાગે છે કે તમે તેને લાંબા સમયથી જાણો છો. તમને સમજમાં આવે છે કે ભાઈ થવા માટે તમારે એક માતાની કોખેથી જન્મ લેવો જરૂરી નથી. આવી જ રીતે અમે મળ્યાં હતાં. સુશાંત અને હું ભાઈ જેવા હતાં. મહેશે પોતાની પોસ્ટમાં સુશાંતના જિંદાદીલ સ્વભાવનો પણ ઉલ્લેખ કર્યો છે. તે લખે છે કે તે એક એવા બાળક જેવો હતો જે કોઈ કેન્ડી શોપ પર ઊભો હોય.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution