પટના-

અભિનેતા સુશાંતસિંહ રાજપૂત આત્મહત્યા કેસ સાથે જોડાયેલ મની લૉન્ડ્રિંગ કેસ મામલે EDએ પોતાની તપાસ ઝડપથી હાથ ધરી છે. સોમવારના રોજ અભિનેત્રી રિયા ચક્રવર્તી, પિતા ઈન્દ્રજીત, ભાઈ શૌવિક ચક્રવર્તી અને સુશાંત રાજપૂતના મિત્ર સિદ્ધાર્થ પીઠાણીને પુછપરછ માટે બોલાવવામાં આવ્યાં છે. આ સૌ લોકોને પહેલા પણ EDએ પુછપરછ માટે બોલાવ્યા હતા. આ પુછપરછ કલાકો સુધી ચાલી હતી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અભિનેતા સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસ સાથે જોડાયેલા મની લૉન્ડ્રિંગ મામલે અભિનેત્રી રિયા ચક્રવર્તી અને તેના પિતા, ભાઈ શૌવિક અને સુશાંત રાજપૂતના મિત્ર સિદ્ધાર્થ પિઠાનીને પુછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. આ પહેલા પણ બધા લોકોની પુછપરછ માટે બોલાવવામાં આવ્યાં હતાં. સીબીઆઈએ 6 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધી છે.

રિયાએ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ અપીલને લઈ ED સમક્ષ હાજર થવાની ના પાડી હતી. 11 ઓગસ્ટે સુધીમાં સુપ્રીમ કોર્ટમાં આ મામલે સુનાવણી થવાની છે. રિયાના વકીલ સતીષ માનશિંદે કહ્યું હતું કે, મારા ક્લાયન્ટ કાયદોનું પાલન કરનારા નાગરિક છે અને તે તપાસમાં સહકાર આપશે. રિયાએ સર્વોચ્ચ અદાલતને વિનંતી કરી છે કે, બિહાર પોલીસે નોંધાયેલા કેસને મુંબઈ પોલીસમાં ટ્રાન્સફર કરવામાં આવે.