સંતરામપુર, મહીસાગર જિલ્લાના ચિતાવા ગામે નરેગા યોજના અંતર્ગત ઘણા બધાં કામો કરવામાં આવી રહ્યા છે. તેમાં ચીતવા ગામે કોતર ઉડું કરવાનું કામ કરવામાં આવી રહ્યું હતું. પરતું તે યોજના મજૂરો દ્રારા કરવાંમાં આવતી હોય છે તેના બદલામાં ગામના સરપંચે જેસીબી દ્રારા કામ કરાવી લોકોની રોજગારી છીનવી હોવાની લોકચર્ચા એ ભારે જાેર પકડ્યું છે.

  ચિતવા ગામ લોકો દ્વારા મળતી માહિતી મુજબ,જે લોકો બહાર ગામ રહે છે તેવા લોકોના નામે પણ પૈસા જમા કરવા માં આવ્યા છે અને જે વૃદ્ધ લોકો ની ઉંમર થઈ ગઇ છે જેઓ મજૂરી કરી શકતા નથી તેવા લોકોના ખાતામાં પણ પૈસા જમા કરી સરકારના કીમતી નાણાંની ઉચાપત કરવામાં આવી હોવાનું પણ લોકોનાં મુખે જાેરશોરથી ચર્ચાઈ રહ્યું છે. મસ્ટરમાં હાજરી પુરવામાં માં સરપંચ - તલાટી અને ગ્રામ રોજગાર સેવક ય્ઇજી નો સિંહફાળો રહેલો જાેવા મળ્યો છે. અને વધુમાં ગામમાં જે વ્યક્તિઓ સરકારી નોકરીઓ કરે છે.

તેમને પણ સરકાર દ્વારા ફાળવવામાં આવતા પ્રધાન મંત્રી આવાસ યોજનાનો લાભ આપવામાં આવી રહ્યા છે અને ગરીબ લોકોને ઘર માં રહેવાના કોઇ ઠેકાણા નથી, જે કેટલે અંશે વ્યાજબી ગણાય ?? ચિત્વા ગામ લોકોમાં ચાલતા ગણગણાટ મુજબ નાણાં પંચના કામોમાં ૩૦ ટકા કામ કરી ને ૭૦ ટકા રકમ સરપંચ શ્રી એ પોતાની કરી છે અને રસ્તાનું કોઈ જ કામ કર્યુ જ નથી અને રસ્તાના બધાં જ પૈસા ખવાઈ ગયા છે. એવી પણ ગામ લોકો માં જાેરશોર થી ચાલતી ચર્ચા ઓ ભારે જાેર પકડ્યું છે. આમ ચીતવા ગામ માં સરપંચ શ્રી દ્વારા ખોટા કામો કરી સરકાર શ્રી ના લાખો રૂપિયા ની ઉચાપત કરવામાં આવી રહી છે તેવુ ગામ લોકો માં જાેરશોરથી ચર્ચાઈ રહ્યું છે.