ભૂતિયા રાજકીય પક્ષોના કરોડો રૂપિયાના શંકાસ્પદ વ્યવહાર પકડાયા
10, જુલાઈ 2022

અમદાવાદ, ઈન્કમ ટેક્સ બચાવવા માટે માત્ર કાગળ પર અસ્તિત્વ ધરાવતા રાજકીય પક્ષોને ડોનેશન આપનારા ગુજરાતના ચાર હજાર જેટલા કરદાતાને નોટિસ ફટકારવા આવકવેરા વિભાગ તૈયારી કરી રહ્યો છે. હાલમાં જ ડિપાર્ટમેન્ટ દ્વારા રાજકીય પક્ષોના હિસાબો તેમજ ડિક્લેરેશન ચેક કરવામાં આવ્યા હતા, જેમાં બહાર આવ્યું હતું કે ઘણા પક્ષો સક્રિય રાજકારણમાં કોઈ ભૂમિકા નથી ધરાવતા. આ પ્રકારના રાજકીય પક્ષો વ્હાઈટમાં ડોનેશન મેળવે છે, અને ૧૦-૨૦ ટકા જેટલું કમિશન બાદ કરીને બાકીની રકમ કેશમાં પરત કરી દે છે. જાેકે, ટેક્સ બચાવવા માટે આવા પક્ષોને ડોનેશન આપનારા પગારદાર કરદાતા હવે મુશ્કેલીમાં મૂકાઈ શકે છે. ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટના સૂત્રોના જણાવ્યા અનુસાર ‘કેશબેક’ની મોડસ ઓપરેન્ડી સમજવા માટે અનેક નાના તેમજ સ્થાનિક રાજકીય પક્ષો સામે મોટાપાયે એક્શન લેવામાં આવ્યા છે. ૨૦૨૦-૨૧ના વર્ષમાં ઈન્કમ ટેક્સના અધિકારીઓ દ્વારા ૨,૦૦૦ કરોડના શંકાસ્પદ વ્યવહાર તેમજ ૩૦ કરોડ રોકડા જપ્ત કરાયા હતા. આ અંગેનો રિપોર્ટ સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસને મોકલ્યા છે. ગુજરાતમાં જ ચાર હજાર જેટલા કરદાતાએ રાજકીય પક્ષોને ડોનેશન આપીને ટેક્સ બચાવવા પ્રયાસ કર્યો છે. આ તમામ ટેક્સ પેયર્સને નોટિસ મોકલવાની ડિપાર્ટમેન્ટ દ્વારા તૈયારી શરુ કરી છે. ચેક લીધા બાદ કમિશન કાપીને રોકડ પાછી આપતા આ ભૂતિયા રાજકીય પક્ષોની મોડસ ઓપરેન્ડી પણ ઘણી સરળ છે. કલમ ૮૦ય્ય્મ્ હેઠળ રાજકીય પક્ષોને આપેલા દાન પર ઈન્કમ ટેક્સ બાદ મળે છે. જેનો ફાયદો ઉઠાવી કાગળ પર અસ્તિત્વ ધરાવતા રાજકીય પક્ષોને પેઢીઓ કે પછી ટેક્સ પેયર ચેકમાં ડોનેશન આપે છે. વ્હાઈટમાં મળેલી રકમમાંથી આવા પક્ષો દ્વારા ૧૦-૨૦ ટકા જેટલું કમિશન કાપી લેવાય છે અને બાકીની રકમ રોકડમાં પાછી આપી દેવાય છે. આવકવેરા વિભાગના અધિકારીઓનું માનીએ તો ગુજરાતમાં જ નહીં, પરંતુ દેશના અન્ય ભાગોમાં પણ છાશવારે આવા કૌભાંડ બહાર આવતા રહે છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution