જયપુર-
કોરોનાની રસી આપવાના ચાલી રહેલા અભિયાનની વચ્ચે રાજસ્થાનની રાજધાની જયપુરથી ચોંકાવનારો મામલો પ્રકાશમાં આવ્યો છે. અહીંયાની સરકારી હોસ્પિટલમાંથી કોરોનાની રસીના 320 ડોઝ ચોરાઈ ગયા છે. દરમિયાન આરોગ્ય મંત્રાલયે આ મામલામાં પોલીસ ફરિયાદ તો નોંધાવી છે પણ વેક્સીન કોણ ચોરી ગયું તેની જાણકારી કોઈને નથી. હવે સરકાર એ વાતની તપાસ કરી રહી છે કે ગેરકાયદે રીતે વેક્સીન લગાવવા માટેનુ રેકેટ તો નથી ચાલી રહ્યુને મળતી વિગતો પ્રમાણે સરકારી હોસ્પિટલમાં સ્ટોરમાં મુકવામાં આવેલી કો-વેક્સીન નામની કોરોના રસીનો સ્ટોક ચેક કરવામાં આવ્યો ત્યારે સત્તાધીશો ચોંકી ઉઠ્યા હતા. કારણકે આ સ્ટોકમાંથી રસીના 320 ડોઝ ગાયબ હતા. આ ચોરીમાં હોસ્પિટલના જ કોઈ કર્મચારીની સંડોવણી છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.
Loading ...