દિલ્હી-

મહારાષ્ટ્રના યવતમાલ જિલ્લાના એક કોવિડ કેર સેન્ટરમાંથી ૨૦ કોરોના દર્દીઓ ભાગી ગયા બાદ સ્થાનિક તંત્રમાં ભાગદોડ થઈ ગઈ છે. સ્થાનિક આરોગ્ય અધિકારીએ કહ્યુ હતુ કે, એક હોસ્ટેલમાં બનાવાયેલા આ કોવિડ કેર સેન્ટરમાં દર્દીઓને રાખવામાં આવ્યા હતા.૨૦ દર્દીઓ અહીંથી ફરાર થઈ ગયા છે. જેમની સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.ગામમાં કોરોના ટેસ્ટિંગ શિબિરમાં આ દર્દીઓ પોઝિટિવ આવ્યા બાદ તેમને આઈસોલેટ કરવામાં આવ્યા હતા. તંત્રનુ કહેવુ છે કે, જાે આ પ્રકારનુ વલણ લોકો રાખશે તો કોરોનાનુ સંક્રમણ વધારે ફેલાશે.આ પ્રકારની માનસિકતા ચિંતાનો વિષય છે.ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં કોરોનાના સૌથી વધારે કેસ છે.તાજેતરમાં નાસિકની હોસ્પિટલમાં ઓક્સિજન લીક થવાના કારણે ૨૨ દર્દીઓના મોત થયા હતા. હવે ફરાર થયેલા દર્દીઓ બીજી લોકોને સંક્રમિત કરી શકે છે તેવી ચિંતા તંત્રને સતાવી રહી છે.