11, મે 2021
કોલકત્તા-
કોલકાતાથી માનવતાને પણ શરમાવે તેવો મામલો સામે આવ્યો છે. જણાવી દઇએ કે, કોલકતામાં એક બાળક કોરોનાથી સંક્રમિત થયુ હતુ તો તેના પિતા તેની સારવાર કરવાની જગ્યાએ તેને રેલ્વે સ્ટેશન પર મરવા માટે છોડી ગયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, કોલકાતાના સીયાલદહ રેલ્વે સ્ટેશન પર 13 વર્ષીય બાળક રડતુ જોવા મળ્યુ હતું. તેની પાસે કોરોના પોઝિટિવ હોવાનો રિપોર્ટ પણ હતો. પોલીસે તેનો બચાવ કર્યો અને તેને ચાઇલ્ડ લાઇનને સોંપ્યું હતુ. આપને જણાવી દઇએ કે, દેશમાં કોરોના મહામારીની બીજી લહેર ચરમસીમાએ છે. આ ભયાનક મહામારી માનવ આરોગ્ય તેમજ પરસ્પર સંબંધો અને માનવતા પર ભારે અસર કરી રહી છે. અવાર-નવાર એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે, કે જેમા આ વાયરસથી પીડિતા દર્દીને તેના જ પોતાના પ્રિયજનોનો સાથ મળી રહ્યો નથી. આજે દેશમાં કોરોનાની બીજી લહેર મોતનું તાંડવ ચલાવી રહી છે. ત્યારે સમગ્ર દેશમાંથી એવી ઘણી ઘટનાઓ સામે આવી રહી છે કે જે સાંભળ્યા બાદ તમને માનવતા રહી હોવા પર પણ શંકા જાગશે. જી હા, એવા ઘણા સમાચાર આપણે આ દિવસો ઘણીવાર સાંભળ્યા છે, જેમા વધુ એક ઉમેરો થયો છે.