દિલ્હી-

અમેરિકામાં અત્યાર સુધીમાં ૩૨ ટકા લોકોને કોરોના રસીના બન્ને ડોઝ આપવામાં આવ્યા છે. તેમ છતાં દેશમાં રસીકરણ અભિયાનને વધારે ઝડપી બનાવવા મટે સરકાર અનેક પ્રોત્સાહનની જાહેરાત કરી રહી છે. મેરિલેન્ડમાં સરકાર કર્મચારીઓને ૧૦૦ ડોલર (અંદાજે ૭,૫૦૦ રૂ.) આપે છે જ્યારે ડેટ્રોઇટમાં ફ્રી રાઇડ સાથે ૫૦ ડોલર (અંદાજે ૩,૭૫૦ રૂ.) અપાય છે. ન્યૂજર્સીમાં રસીના એક ડોઝના બદલામાં બીઅરનું એક કેન તથા મિશિગનમાં તો ગાંજાે મફત અપાય છે. સાથે જ ઘણી કંપનીઓ રસી લેનારને ૨ દિવસની રજા આપે છે. તમામ કર્મચારીઓનું રસીકરણ કરાવી લેનારી કંપનીઓને ટેક્સમાં છૂટ અને સુરક્ષા પ્રમાણપત્ર અપાય છે. ફ્લોરિડા, કેલિફોર્નિયામાં ઘણી કંપનીઓ તે માટે બોનસની પણ જાહેરાત કરી ચૂકી છે.

જાેકે લોકોને કોરોના રસીના બદલામાં લાલચરૂપે લાલચરૂપે રોકડ, બીઅર કે ગાંજા જેવા નશીલા પદાર્થો તથા ફ્રી રાઇડ આપવા મુદ્દે ન્યૂયોર્ક યુનિ.ના પ્રો. આર્થર કેપલનનું કહેવું છે કે, મ કરવાથી લોકોની રોગપ્રતિકારક શક્તિ વધવાની નથી. લોકોને ૧૦૦ ડોલરની લાલચ આપવાને બદલે તેમને સમજાવવું જાેઈએ કે લોકોએ રોગપ્રતિકારક શક્તિ વધારવાની શા માટે જરૂર છે?નોંધનીય છે કે, આ પહેલા ચીનમાંથી પણ કોરોના રસીના બદલામાં આવી જ લાલચ અને ઓફર આપવાના સમાચાર સામે આવ્યા હતા. ચીનમાં જે લોકો રસી લેતા નહોતા તેમને રસી લેવા માટે પ્રોત્સાહિત કરવા માટે તેમને મફત ઇંડા, કરિયાણા અને અન્ય સામાન પર ડિસ્કાઉન્ટ અને કૂપન આપવામાં આવી રહ્યા છે. જેનો સરકારને ફાયદો પણ થયો છે. લોકો હવે રસી લેવા માટે આવી રહ્યા છે અને રસીકરણ અભિયાનને સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

ચીનમાં રસીકરણની ધીમી શરૂઆત બાદ હવે દરરોજ લાખો લોકોને રસી આપવામાં આવી રહી છે. જેમાં આ ઓફરોએ મહત્વની ભૂમિકા ભજવી છે. માત્ર ૨૬ માર્ચના દિવસે જ ચીનમાં ૬૧ લાખ ડોઝ રસી આપવામાં આવી હતી. એક સરકારી અધિકારીએ જણાવ્યું કે જૂન મહિના સુધીમાં દેશના ૫૬ કરોડ લોકોને રસી આપવાનો ટાર્ગેટ છે.વર્ષ ૨૦૧૯માં ચીનમાં કોરોના વાયરસ ફેલાવાવનો શરૂ થયો હતો. ૨૦૨૦ના વર્ષમાં ચીની સરકારે હુબેઇ પ્રાંતમાં બે મહિના કરતા વધારે સમયનું લોકડાઉન લગાવ્યું. ચીને કડક નિયંત્રણો અને ત્વરિત લોકડાઉનના કારણે કોરોના પર કાબૂ મેળવ્યો હતો. જ્યારે હવે રસીકરણ માટે તેઓ લોકોને વિવિધ ઓફર આપી રહ્યા છે.ચીનમાં જ્યારે પણ કરોનાનો પ્રકોપ ઓછો થયો કે તરત જ લોકડાઉનમા છૂટ આપવામાં આવતી અને જેવો જ પ્રકોપ વધી જાય કે તર જ ફરીથી નિયમો કડક કરવામાં આવતા હતા. જાેકે હવે કોરોના હવે ત્યાં નિયંત્રણમાં છે તો લોકો રસી લેવા નથી માગતા આ જ કારણ છે કે ચીનની સરકારે લોકોને આકર્ષવા માટે ઓફર આપી રહી છે.