સોમા તળાવ નજીક ઘાંઘરેટીયા વિસ્તાર પ્રત્યે તંત્રના ઓરમાયા વર્તનથી ગંદકીની ભરમાર
27, સપ્ટેમ્બર 2020

વડોદરા : સોમા તળાવ તરસાલીને જાેડતા બ્રીજ નજીકના ધાધરેટીયા વિસ્તાર પ્રતયે તંત્ર જાણે ઓરમાયુ વર્તન દાખવતી હોય એમ કોઈપણ પ્રકારનીસુવીધા આ વિસ્તારને આપવામાં આવી નથી જેના કારણે વિસ્તારના લોકોને ભારે તકલીફો વેઠવી પડે છે. અગાઉ ચૂંટણી સમયે મતદાન બહીરષ્કારની જાહેરાત બાદ શાસક અને વિપક્ષના નેતાઓ દોડી જાય છે અને સમસ્યાના હલના વાયદા કરે છે. પરંતુ એક પણ વચન પાળવામાં આવતુ નથી પરીણામે રહીશોમાં ભારે રોષ ફેલાયો છે. વડોદરા શહેરને સ્માર્ટ સીટી બનાવવાની શાણી વાતો કરનારા સેવાસદન તંત્રના સત્તાધીશો અને સરકારી બાબુઓ એક વખત સોમા તળાવ બ્રિજની નીચે આવેલા ઘાઘરેટિયા વિસ્તારની મુલાકાત લે તો તેમનું માથું શરમથી ઝૂકી જાય તેવી આ વિસ્તારની પરિસ્થિતિ છે. આ વિસ્તારના રહીશોને તેમણે કરેલા કોઈ ગુનાની સજા અપાઈ રહી હોય તેવી આ વિસ્તારની પરિસ્થિતિ છે. આ વિસ્તાર વર્ષોથી રોડથી વંચિત રહ્યો છે. જ્યાં માત્ર કાદવ, કીચડ અને ઊંડા ઊંડા ખાડાઓનું સામ્રાજ્ય છે. આ ઘાઘરેટિયા વિસ્તારમાં રોડની સુવિધા જ નહીં હોવાને કારણે મેડિકલ ઇમરજન્સી સમયે ૧૦૮ એમ્બ્યુલન્સના ચાલકો પણ એમ્બ્યુલન્સને નુકસાન થવાની બીકે અંદર આવવાની ના પાડી દેતા હોય છે પરિણામે આ વિસ્તારના નાગરિકોએ બીમાર દર્દીને ખાટલામાં નાખી ચાર માણસો નનામી ઊંચકતા હોય તે રીતે રોડ સુધી લાવવાની ફરજ પડે છે. ચૂંટણી સમયે વોટ લેવા નાક ઘસતા રાજકીય પક્ષોના નેતાઓમાં સહેજ પણ નૈતિકતા બચી હોય તો આ વિસ્તારની મુલાકાત લઈ રાજકારણ માંથી નિવૃત્તિ જાહેર કરવી જોઈએ. આઝાદી મળ્યાના વર્ષો બાદ પણ આ વિસ્તારના નાગરિકોને આદિ માનવ જેવી પરિસ્થિતિમાં જીવવા મજબૂર કરનાર રાજકીય પક્ષોના નેતાઓ પર ધિક્કાર ઉભો થાય તેવી આ વિસ્તારની પરિસ્થિતિ છે. સેવાસદન તંત્રના સત્તાધીશો અને અધિકારીઓ આ વિસ્તાર પ્રત્યે ઓરમાયું વર્તન રાખતા હોય તે રીતે આ વિસ્તારની સમસ્યાઓ પ્રત્યે દુર્લક્ષ સેવાતા આ વિસ્તારના નાગરિકોમાં રોષ પ્રવર્તી રહ્યો છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution