તાપસી પન્નુએ દાદીનું નિધન થયાની સોશિયલ મીડિયા પર જાણકારી આપી
01, જુન 2020

બોલીવૂડ અભિનેત્રી તાપસી પન્નૂ પર લોકડાઉનની વચ્ચે મુસીબતોનો પહાડ તુટી પડ્યો છે. તેમના દાદીનું નિધન થતા તાપસી દુખી દુખી છે. આ વાતની જાણકારી અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર આપી છે. તાપસી પન્નૂએ સોશિયલ મીડિયા પર ગુરૂદ્વારાની તસવીર શેર કરી છે અને કેપ્શનમાં લખ્યુ છે કે અમારા પરિવારની છેલ્લી પેઢી આજે સાથ છોડી જતી રહી. અમારી અંદર કાયમી એક ખાલીપણુ રહેશે. તમે હંમેશા અમારા દિલમાં રહેશો બીજી. તાપસીની આ તસવીર પર સેલેબ્સ કોમ્ન્ટ કરી શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે અને તાપસીને સધીયારો આપી રહ્યા છે. આ પહેલા પણ પોતાની ફિલ્મ ગેમ ઓવરને લઈને તાપસીએ એક પોસ્ટ લખી હતી. તાપસીએ ખુલાસો કર્યો હતો કે આ ફિલ્મ તેની જિંદગીમાં ખુબ મહત્વની છે તેને ફિલ્મોમાં એક અલગ મુકામે પહોંચાડનાર આ ફિલ્મ તેના માટે ખાસ છે. આ પોસ્ટની સાથે તાપસીએ એક તસવીર શેર કરી હતી જેમાં તે વ્હીલચેર પર બેઠેલી દેખાઈ રહી છે. તાપસીએ તસવીરના કેપ્શનમાં લખ્યુ કે આપણે સૌ જીવન જીવીએ છીએ. તમારી બીજી જિંદગી ત્યારે શરૂ થાય છે જ્યારે તમે પહેલી જિંદગી જીવવાનું છોડી દો છો. મને વર્તમાનમાં જીવવામાં આનંદ મળે છે, એવુ નહોતુ કે આ પહેલા મારી કોઇ યોજના ન હતી જિંદગી એ છે જેને તમે બનાવો છો તમારી પાસે જીવિત રહેવા માટે ઇચ્છાશÂક્ત ખુબજ જરૂરી છે, ફક્ત જીવતા રહેવાથી જિંદગીને માણી શકાતી નથી. તાપસી પન્નૂ ફિલ્મી કરિયરની શરૂઆત તેલુગૂ ફિલ્મોથી કરી હતી. કોમેડી ફિલ્મ ચશ્મે બદ્દૂરથી તેણે હિન્દી ફિલ્મોમાં એન્ટ્રી મારી.

 

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution