તાઉ-તે વાવાઝોડાનું કાઉન ડાઉન શરૂ, પોરબંદર અને દીવ માટે સેનાની 12 ટીમ બચાવકાર્ય માટે તૈનાત
17, મે 2021

અમદાવાદ-

ગુજરાતમાં તૌક્તે વાવાઝોડાનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. વાવાઝોડાને પગલે ગુજરાતમાં આર્મીની લગભગ કુલ 180 ટીમોને સજ્જ કરાઇ છે. જેમાં એન્જીનીયર ટાસ્ક ફોર્સ કોવિડ પ્રોટોકોલ્સના આધારે લોકોને સહાય અને તમામ પ્રકારની સહાય પૂરી પાડશે.વાવાઝોડાની મહત્તમ અસર સૌરાષ્ટ્ર વિસ્તારમાં રહેશે. જેથી આર્મીની ટીમ મોટાભાગે સૌરાષ્ટ્ર પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ માટે આર્મીની 60 ટીમે સુસજ્જ રખાઇ છે. જેમાં દરેક ટીમમાં 6 જવાનો કાર્યરત રહેશે. જે દીવ અને પોરબંદર સહિતના વિસ્તારોમાં બચાવ કામગીરી હાથ ધરશે. આ સિવાય ગુજરાતના અનેક શહેરોમાં વાવાઝોડાની અસર વર્તાશે. જેને અનુસંધાને પણ બાકીની આર્મીની ટુકડીઓ સુસજ્જ કરાઇ છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાત્રે વાવાઝોડું દિવ નજીક ટકરાશે. જેથી મોટું નુકસાન થવાનો પણ અંદાજ સેવવામાં આવ્યો છે. આ સમયે ઇન્ડિયન આર્મીની બચાવ ટુકડીની મદદથી બચાવ કામગીરી ઝડપી બની શકશે.તૌક્તે વાવાઝોડાના કારણે મુંબઈ એરપોર્ટને બંધ રાખવાના સમયમાં વધારો કરવામાં આવ્યો છે. હવે રાત્રે 8 વાગ્યા સુધી એરપોર્ટ પર ફ્લાઈટની અવર-જવર બંધ રહેશે. તૌક્તે વાવાઝોડું નજીક પહોંચતા જ દીવનો દરિયો તોફાની બન્યો છે. દીવના દરિયામાં કરંટ વધતા ત્રણ મીટર ઉંચા મોજા ઉછળ્યા હતા. બ્લુ ફ્લેગ બીચને ભારે નુકસાનની સંભાવના છે.

તૌક્તે વાવાઝોડુ ગુજરાતથી વધારે નજીક આવ્યું છે. તૌક્તે વાવાઝોડુ સંઘ પ્રદેશ દીવથી માત્ર 90 કિમી દૂર છે. વાવાઝોડૂ નજીક આવતા જ કાંઠા વિસ્તારમાં ભારે પવન ફૂકાવાનું શરુ થયું છે. દિવ, વેરાવળ, મહુવા અને ઘોઘાના દરિયામાં ઉંચા મોજા ઉછળવાની શરુઆત થઈ ગઈ છે.તૌક્તે વાવાઝોડું ગણતરીની કલાકોમાં ગુજરાતના દરિયાકાંઠે ટકરાશે. જાફરબાદમાં વાવાઝોડાની તોફાની અસર જોવા મળી રહી છે. ભારે વરસાદ સાથે પવન ફૂંકાઈ રહ્યો છે. ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ભયાવહ કરતું વાતાવરણ જાફરાબાદમાં સર્જાયું છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution