મોરબી-

મોરબીનાં ટિબડીના પાટીયા નજીક એક ગોઝારો અકસ્માત થતા પાંચ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. બુધવારે સાંજે મોરબી તાલુકાના કાર અને ટ્રક વચ્ચે  અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં પાંચ વ્યક્તિના મોત નિપજતા હતા.આથી મોરબી પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. અકસ્માતને પગલે ટિબડી રોડ રક્તરંજીત બન્યો છે. આ બનાવને પગલે મોરબી એસપી સુબોધ ઓડેદરા, ડીવાયએસપી રાધિકા ભારાઈ, મોરબી તાલુકા પીઆઇ એમ આર ગોઢાણીયા સહિતનો પોલીસ કાફલો તાબડતોડ ઘટના સ્થળે દોડી ગયો છે.

આ ગોઝારા બનાવની જાણવા મળતી વિગત અનુસાર મોરબી ટિબડીના પાટિયા નજીક સ્વીફ્ટ કારનો ચાલક બાઈક ચાલકને બચાવવા જતા સ્વીફ્ટ કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં પાંચ લોકોના દબાઈ જવાથી કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. કારમાં સવાર આનંદ શેખાવાત (ઉ.વ ૨૬), તારાચંદ (ઉ.વ.૩૦), બિરજુભાઈ (ઉ.વ.૨૨) પવન મિસ્ત્રી(ઉ.વ. ૨૮) સહિત પાંચના મોત નિપજ્યા હોવાનું સામે આવ્યું છે.