નવી દિલ્હી

શ્રીલંકા અને વેસ્ટઇન્ડીઝ  વચ્ચે ટેસ્ટ શ્રેણી રમાઇ હતી. શ્રીલંકાના લાહિરુ થિરીમા અને કેપ્ટન દિમુથ કરુણારત્ને વચ્ચેની પ્રથમ વિકેટની શતકીય ભાગીદારી ને લઇને મેચ ડ્રોમાં પહોંચી હતી. વેસ્ટ ઇન્ડીઝ અને શ્રીલંકા વચ્ચે બીજી ટેસ્ટ મેચ રમાઇ હતી. વેસ્ટઇન્ડીઝ એ શ્રીલંકા સામે 377 રનનુ લક્ષ્યાંક રાખ્યુ હતુ અને અંતિમ દિવસે તેને 348 રનની જરુર હતી. કરુણારત્ને 75 અને થિરિમાને 39 રનની રમત સાથે 101 રન ટીમ સ્કોર માટે જોડ્યા હતા. જેના બાદ ઓશાદા ફર્નાડોએ 66 અને દિનેશ ચાંદિમલની રમતે મેચને ડ્રો નિશ્વિત કરી દીધી હતી.

શ્રીલકાએ જ્યારે બે વિકેટ પર 193 રન બનાવ્યા હતા, ત્યારે મેચ ડ્રો સમાપ્ત જાહેર કરી દેવામાં આવી હતી. ચાંદિમલ એ 82 મિનીટ ની રમત રમતા ક્રિઝ પર રહ્યો. તેણે અણનમ 10 રન બનાવ્યા હતા. વેસ્ટઇન્ડીઝના કેપ્ટન ક્રેગ બ્રેથવેટના શાનદાર પ્રદર્શન થી મેચમાં દબદબો રહ્યો હતો. તેણે પ્રથમ ઇનીંગમાં 126 રન અને બીજી ઇનીંગમાં 85 રન બનાવ્યા હતા.

વેસ્ટઇન્ડીઝ એ પ્રથમ ઇનીંગમાં 354 રન બનાવીને શ્રીલંકાને 258 રન પર ઓલઆઉટ થઇ ગયુ હત. આમ વેસ્ટઇન્ડીઝ એ 96 રનની લીડ મેળવી હતી. કેરેબિયન ટીમ એ પોતાની બીજી ઇનીંગમાં ચાર વિકેટ પર 280 રન બનાવીને ઇનીંગ સમાપ્ત જાહેર કરી હતી. આ બંને ટીમો વચ્ચે રમાયેલી શ્રેણીની પ્રથમ મેચ પણ ડ્રો રહી હતી. આમ બંને દેશો વચ્ચે રમાયેલી સિરીઝ 0-0 પર રહી હતી.