રાજકોટ, સોમવારથી લગ્નની સિઝન શરૂ થઈ રહી છે. સાડા ચાર મહિનાના અંતરાલ બાદ લગ્ન લેવામાં આવી રહ્યા છે. સોમવારના રોજ રાજકોટના મવડી ગામ નજીક આવેલા પાળ ગામના ઠાકોરજીના અનોખા વિવાહ યોજાયા હતા. જયાં લપાસરી ગામના યજમાનના ઘરે તુલસીજી સાથે ઠાકોરજીના વિવાહ યોજવામાં આવ્યા છે. તુલસીજી સાથે ભવ્ય વિવાહ માટે પાળ ગામથી ઠાકોરજીની જાન હેલિકોપ્ટરથી દ્વારા લાપાસરી ગામે પહોંચી હતી. ગામની સીમમાં હેલિકોપ્ટર માટે હેલિપેડ પણ બનાવવામાં આવ્યુ હતું. ત્યારે ઠાકોરજીની જાનમાં જાેડાવા માટે ચવાડિયા ભગત પરિવાર સાથે આખું ગામ ઉમટયું હતું. લગ્નના રૂડા મંગલ ગીતો સાથે ઠાકોરજીની જાન પાળ ગામેથી રવાના થઈ હતી. આજનો દિવસ એટલે દેવ દિવાળી અને તુલસી વિવાહનો દિવસ હિન્દૂ સંસ્કૃતિમાં તુલસી વિવાહનું અનેરું મહત્વ છે. જાેકે રાજકોટના પાળ અને લાપાસરી ગામના લોકોએ અનોખી રીતે તુલસી વિવાહનું આયોજન કર્યું હતું. પાળગામથી ભગવાન ઠાકોરજીની જાન અંદાજીત ૧૫ કિલોમીટર દૂર આવેલ લાપાસરી ગામે પહોંચી હતી. તમને હશે કે એમાં નવું શું છે તો આ જાન હેલિકોપ્ટરમાં નિકળી હતી. એટલે કે ભગવાન ઠાકોરજીની જાન આજે કદાચ પ્રથમ વખત હેલિકોપ્ટરથી ગઈ હતી.આમ તો લોકો પોતાના પરિવારના સભ્ય માટે લગ્ન માં કોઈ કસર છોડતા નથી. પોતાની શક્તિ પ્રમાણે તમામ સુવિધા સાથે લગ્ન કરતા હોય છે. જાે કે આજે પ્રથમવાર એવું બન્યું હશે કે, ભગવાનની જાન હેલિકોપ્ટરથી જાેડવામાં આવી. ધનિક લોકો પોતાના પુત્ર, પુત્રીના લગ્નમાં હેલિકોપ્ટરનો ઉપયોગ કરતા હોય છે. જાે કે પ્રથમવાર એવું બન્યું કે ભગવાનની જાન હેલિકોપ્ટરમાં ગઈ.શહેરના મવડી રોડ ખાતે આવેલ હરીપર પાળ ગામે બિરાજેલા ઠાકોરજીની આજે કારતક સુદ એકાદશી (દેવઉઠી એકાદશી) પર્વ નિમિતે નિત્યક્રમ મુજબ સવારે ૬.૪૫ કલાકે મંગળા આરતી કરવામાં આવી હતી. ત્યારબાદ ભગવાનને પંચામૃત અભિષેક સ્નાન થઈ વિશેષ શણગાર કરવામાં આવ્યા હતા. જે બાદ ઠાકોરજીને દુલ્હેરાજાનો શણગાર કરવામાં આવ્યી હતો અને શહેરના કાલાવડ રોડ ખાતે આવેલ હરીપર પાળ ગામે યજમાન પરિવારના ઘરેથી વાજતે ગાજતે ભગવાનનો વરઘોડો નિકળ્યો હતો. મંદિરના પૂજારીદ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે તુલસી વિવાહ પ્રસંગ ઉજવાયો હતો. ગવાન શાલિગ્રામ હેલીકોપ્ટરમાં બિરાજી જાન લઇ તુલસીજી સાથે લગ્ન કરવા માટે ૧૫ કિલોમીટર દૂર લાપાસરી ગામ ખાતે ગયા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને ઠાકોરજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.