અમદાવાદ-

શહેરના અલગ અલગ વિસ્તારમાં 20 થી વધુ ગંભીર પ્રકારના શરીરસબંધી તથા મિલકતસબંધી અને પ્રોહીબીશન એક્ટના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ક્રાઈમ બ્રાંચની ટીમે અમરાઈવાડી નાગરવેલ ચાર રસ્તા પાસેથી ઝડપી લીધો છે. આરોપી પાસેથી એક દેશી કટ્ટો અને 4 કાર્ટીંઝ મળી આવતા આવતા ક્રાઈમ બ્રાંચની ઝપ્ત કરી પુછપરછ હાથધરી છે.

આગામી રથયાત્રાને ધ્યાનમાં રાખીને શહેર ક્રાઈમ બ્રાંચની ટીમ સઘન પેટ્રોલીંગ કરી રહી હતી ત્યારે બાતમી મળી હતી કે, અગાઉ ખુન અને મારામારી તથા ચેનસ્નેચીંગ અને પ્રોહીબીશીનના ગુનાઓમાં પકડાયેલ સંજય ઉર્ફે ચેરી નામનો આરોપી પોતાની પાસે હથિયાર રાખીને રખિયાલ કેવલ કાંટા તરફથી આવી નાગરવેલ હનુમાન ચાર રસ્તા થઈને રાજેન્દ્રપાર્ક રોડ રાધાક્રિષ્ના નગર તરફ જવાનો છે. જેના આધારે ક્રાઈમ બ્રાંચની ટીમે અમરાઈવાડી નાગરવેલ ચાર રસ્તા પાસે વોચ ગોઠવીને આરોપી સંજય ઉર્ફે ચેરીને ઝડપી પાડ્યો હતો. આરોપી પાસેથી એક દેશી કટ્ટો અને 4 કાર્ટીઝ મળી આવતા ક્રાઈમ બ્રાંચની ટીમે જપ્ત કર્યા છે. પકડાયેલા આરોપીની પુછપરછ કરતા અગાઉ ખુન, મારામારી, ખંડણી,ધમકીઓ, ચેન સ્નેચીંગ, ઘરફોડ ચોરી, વાહનચોરી, ઈંગ્લીશ દારૂના કેસોમાં પકડાયેલ છે. જેથી પોતાને દુશ્મનો વધી જતાં અગાઉ રામોલ પોલીસ સ્ટેશનમાં ખુનના કેસમાં પકડાયેલ અને પેરોલ જમ્પ થયો હોવાથી પવન પાસી નામના મિત્રનો સંપર્ક કરી તેની સાથે મધ્યપ્રદેશ ભીંડ મુરૈના પાસેથી આ હથિયારની ખરીદી કરી હોવાનું જણાવ્યું હતું. આ અંગે ક્રાઈમ બ્રાંચની ટીમે વઘુ પુછપરછ હાથધરી છે.