05, ઓક્ટોબર 2020
મુંબઇ
બાહુબલી ફેમ અભિનેત્રી તમન્ના ભાટિયાના ચાહકો માટે ચિંતાજનક સમાચાર આવ્યા છે. તમન્ના ભાટિયાને કોરોના થયો છે. તમન્નાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેને એક હોસ્પિટલમાં દાખલ કરાઈ છે. અભિનેત્રીમાં જ્યારે કોરોનાના લક્ષણો જોવા મળ્યા ત્યારે તે હૈદરાબાદમાં એક વેબ સિરીઝનું શૂટિંગ કરી રહી હતી. મળતી માહિતી મુજબ તમન્નાની તબિયત સારી જોવા ન મળતા તેનો કોવિડ-19 ટેસ્ટ કરાવવામાં આવ્યો અને રિપોર્ટ પોઝિટિવ આવ્યો. ત્યારબાદ તેને એક હોસ્પિટલમાં દાખલ કરાઈ છે. કહેવાય છે કે તમન્નાને હૈદરાબાદની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાઈ છે.
અત્રે જણાવવાનું કે અભિનેત્રીના માતા પિતાને ઓગસ્ટમાં કોરોના વાયરસનો ચેપ લાગ્યો હતો. તમન્નાએ ત્યારે ટ્વિટર પર આ ખબર શેર કરી હતી. તેણે ટ્વીટ કરીને લખ્યું હતું કે 'મારા માતા પિતામાં આ અઠવાડિયે કોવિડ-19ના હળવા લક્ષણો જોવા મળ્યા અને સુરક્ષા કારણોસર, ઘરના તમામે ટેસ્ટ કરાવ્યા. પરિણામ હાલ આવ્યા અને દુર્ભાગ્યવશ મારા માતા પિતા પોઝિટિવ આવ્યા છે.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તમન્નાને નવાઝુદ્દીન સિદ્દીકી સાથેની ફિલ્મ 'બોલે ચૂડિયા'ની રિલીઝનો ઈન્તેજાર છે. આ સાથે જ તે પોતાની તેલુગુ સ્પોર્ટ્સ એક્શન ડ્રામા ફિલ્મ 'સીટરાઈમર'નું શૂટિંગ પણ ફરીથી શરૂ થાય તેની આશા જોતી હતી.