ડાંગ-

જિલ્લામાં ચોમાસાની ઋતુમાં દર વર્ષે અનેક પ્રવાસીઓએ આવતા હોય છે. ત્યારે આ વર્ષે પણ પ્રવાસીઓ આવશે. જોકે, આ વખતે તમામ પ્રવાસીઓએ કોરોના ગાઈડલાઈન નું પાલન કરવું પડશે તેવો જિલ્લા પોલીસ વડા રવિરાજસિંહ જાડેજા એ અનુરોધ કર્યો હતો. પ્રવાસીઓની સુરક્ષા અંગે તમામ પ્રકારની તૈયારી પોલીસ અને વહીવટી તંત્રએ કરી લીધી છે.

વહીવટી તંત્રનાં જણાવ્યા મુજબ, ગિરિમથક સાપુતારા ખાતે એક પાર્કિંગ સ્પોટ ઉપર પ્રવાસી વાહનો દ્વારા લીધેલી પાર્કિંગની ટિકીટ સાપુતારાનાં તમામ પાર્કિંગ સ્પોટ ઉપર એક દિવસ માટે માન્ય રહેશે. આથી સાપુતારા ખાતે આવતા પ્રવાસીઓ હવે તમામ જોવાલાયક સ્થળોએ પાર્કિંગની વ્યવસ્થાનો લાભ મેળવી શકશે. ગિરિમથક સાપુતારા ખાતે શનિ અને રવિવારેમાં મોટા વાહનોની અરાજકતા ન સર્જાય તે માટે આ લકઝરી વાહનો માટે હેલિપેડ ઉપર વ્યવસ્થા કરવામાં આવી છે. આવનારા શનિવારે અને રવિવારથી વિકેન્ડમાં ટ્રાફિકનું નિયમન થાય તથા પ્રવાસીઓમાં કોરોનાનું સંક્રમણ થતા અટકાવવા માટે સોશિયલ ડિસ્ટનસિંગ નું પાલન સહ માસ્કનો ફરજિયાત ઉપયોગ થાય તેવા જનજાગૃતિનાં વ્યવસ્થામાં પોલીસ વિભાગના DySP કક્ષાનાં અધિકારીઓ તમામ સ્થળોએ સુપરવિઝન કરશે અને કાયદાનો ભંગ કરતા પ્રવાસીઓ દંડાશેનું જણાવ્યું છે.