વડોદરા

કડક દારૂબંધીના અમલની અનેક જાહેરાતો કરવા છતાં શહેરમાં દારૂના વેચાણની પ્રવૃત્તિ ખૂણેખાંચરે ચાલુ જ છે. ત્યારે લૉકડાઉનના કારણે વિદેશી દારૂની અછતને લીધે ભાવ આસમાને પહોંચ્યા છે. પરિણામે દારૂની લતવાળાઓ વિદેશી દારૂ છોડી દેશી દારૂ પીવા તરફ વળ્યા છે. શહેરમાં વિદેશી દારૂના મોટા સપ્લાયરો પણ પોલીસની પકડમાં આવી ગયા છે.

જેની ઉપર સાંજ પડે ત્યારે શોખીનોના ટોળેટોળાં ઉભરાય છે. ત્યારે દેશીદારૂને શહેરમાં ઘૂસાડતો અટકાવવા માટે પ્રવૃત્ત ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે દેણા ચોકડી કે જે હરણી પોલીસ મથક હેઠળના વિસ્તારમાં આવે છે, ત્યાં વોચ ગોઠવી હતી, એ દરમિયાન એક્ટિવા ઉપર દેશીદારૂના જથ્થાને લઈને આવતા ત્રણ વાહનોને અટકાવવા માટે પ્રયત્નો કર્યા હતા. ક્રાઈમ બ્રાન્ચની ટીમે ત્રણેય વાહનોને અટકાવતાં બે એક્ટિવાચાલકો દારૂનો જથ્થો ફેંકીને ભાગી ગયા હતા, જ્યારે યાકુતપુરા રેશમવાળાના ખાંચામાં રહેતો મહંમદસફી ફકીરમહંમદ શેખને ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડયો હતો. પોલીસે આ બનાવમાં દેશીદારૂના ત્રણ કોથળામાંથી ર૮૦ લિટર દેશીદારૂ અને એક્ટિવા મળી કુલ રૂા.૨૯,૫૬૦નો મુદ્‌ામાલ કબજે કરી વધુ કાર્યવાહી માટે હરણી પોલીસ મથકને કાગળો સુપરત કરવામાં આવ્યા છે.