12, જાન્યુઆરી 2021
પંચમહાલ
કોરોના સંકટને કારણે અત્યાર સુધી અનેક કાર્યક્રમો અને આયોજનો રદ્દ કરવા પડ્યા છે. ત્યારે હવે યાત્રાધામ પાવાગઢ ખાતે યોજાતી પાવાગઢ પરિક્રમા કોરોના વાયરસને કારણે રદ રાખવામાં આવી છે. મહત્વનું છે કે પાવાગઢમાં છેલ્લા પાંચ વર્ષથી માગશર વદ અમાસે આ પરિક્રમા યોજવામાં આવે છે.
પરંતુ હાલ રાજ્યમાં કોરોના વાયરસની વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખી આ પરિક્રમા રદ્દ કરવાનો ર્નિણય કરવામાં આવ્યો છે. યાત્રાધામ પાવાગઢ ખાતે આ વર્ષે ૧૩મી જાન્યુઆરીએ પરિક્રમા યોજાવાની હતી. જેનું આયોજન પાવાગઢ પરિક્રમા યાત્રા સમિતિ અને સ્થાનિક યુવક મંડળ દ્વારા કરવામાં આવે છે. છેલ્લા પાંચ વર્ષથી આ પરિક્રમા માગશુર વદ અમાસે યોજવામાં આવે છે. પરંતુ રાજ્યમાં હાલ કોરોના વાયરસની સ્થિતિને કારણે આ પરિક્રમા રદ્દ કરવાનો ર્નિણય કરવામાં આવ્યો છે.