વડોદરા : મહાનગર પાલિકાના ૧૯ ઈલેક્શન વોર્ડની ૭૬ બેઠકો માટે નિરસ માત્ર ૪૭.૯૯ ટકા જેટલું મતદાન થયું હતું. મોદીનું સુત્ર ‘ઘર મૈ રહો સુરક્ષિત રહો’ નો ચુસ્ત અમલ આજે મતદારો કર્યો હતો. મતદાનમાં પૂર્વ શાસકોના ૨૫-૨૫ વર્ષના ભ્રષ્ટ શાસનથી તંગ આવેલી પ્રજાએ નિરુત્સાહ બતાવી મોટાભાગની પ્રજાએ ઘરમાં જ રહીને આક્રોશ વ્યક્ત કરીને ભ્રષ્ટાચારથી ખદબદી ગયેલા શાસકો સામે મતદાનથી અળગા રહીને નારાજગી દર્શાવીને પરચો બતાવી આપ્યો હતો. જેને લઈને વિકાસના દાવાઓ વ્યક્ત કરીને પ્રજા તેઓની તરફેણમાં ભારે મતદાન કરવા વણઝાર ખડકી દેશે એવું ૫૬ ઇંચની છાતી કાઢીને કહેનારાઓના છાતીના પાટિયા ઓછા મતદાનને લઈને બેસી ગયા હતા. તેમ છતાં પોતાનો જીતનો દાવો વ્યક્ત કરવામાં રાજકીય પક્ષો દ્વારા લગીરે સંકોચ અનુભવાયો નથી. આજે મતદાનના દિવસે સવારથી જ શહેરના તમામ વોર્ડમાં મતદારોમાં મતદાન કરવાને માટે કોઈપણ પ્રકારનો ઉત્સાહ જણાતો નહોતો.જેને લઈને અત્યંત ધીમું મતદાન થવા પામ્યું હતું.અગાઉના મતદાનોમાં જે સવાર સવારમાં બેથી ત્રણ કલાકમાં ૨૦ થી ૨૫ ટકાનું મતદાન જાેવા મળ્યું હતું.એના કરતા અડધોઅડધ મતદાન પણ આ વખતની ચૂંટણીઓમાં જાેવા મળ્યું નથી. આ કારણસર આજે સવારે ૭ વાગ્યાથી શરુ થઈને સાંજે ૬ કલાકે પૂર્ણ થયેલા ૧૩ કલાક લાંબા મતદાનમાં માત્ર ૪૭.૯૯ ટકા જેટલું અત્યંત નીચું મતદાન થવા પામ્યું છે.

આજે વહેલી સવારે સાત વાગ્યાથી શરુ થયેલા મતદાનમાં સવારથી જ મતદારોનો કોઈપણ પ્રકારનો ઉત્સાહ જણાતો નહોતો. આને કારણે બપોરે બાર વાગ્યા સુધીના મતદાનના આંકડાઓ જાેયા પછીથી રાજકીય પક્ષોના હોશ ઉડીગયા હતા.તેમજ જે મતદારોને મતદાન મથક સુધી ખેંચી લાવવાનું આયોજન બપોરે ત્રણ વાગ્યા પછીથી નક્કી કરાયું હતું. એના બદલે બે કલાક વહેલું બપોરે એક વાગ્યાથી જ શરુ કરી દેવામાં આવ્યું હતું.પરંતુ તેમ છતાં કેટલાક વિસ્તારોમાં ત્રણ ત્રણ વખત વાહનો મતદારોને મોકલવા છતાં પણ મતદારોએ મતદાન કરવાનેર માટે આવવાનો કોઈ ઉત્સાહ ન દર્શાવતા કેટલાય બાહુબલી નેતાઓના હોશકોશ ત્યાંજ ઉડી ગયા હતા. આજે મતદાન દરમ્યાન પણ અનેક જગ્યાઓએ ઈવીએમ ખોટકાવવાને લઈને હોબાળો થવા પામ્યો હતો.તો કેટલેક ઠેકાણે તો મતદાન કેન્દ્ર બદલાઇ જતાં મતદારોને મુશ્કેલી પડી હતી.ભાજપા અને કોંગ્રેસના નેતાઓએ વહેલી સવારથી જ મતદાન ઉપર નજર રાખી હતી. જાેકે છેલ્લી ચૂંટણીઓમાં આજની ચૂંટણી નિરસ જાેવા મળી હતી. કોરોનાનો ભય, સિમાંકનના બદલે બદલાયેલી વોર્ડ અને મતદાન કેન્દ્રના સ્થળ બદલાઇ જવા, પેટ્રોલ – ડિઝલ, રાંધણગેસના ભાવમાં જે રીતે ભડકો થઇ રહ્યો છે તેનો પડઘો આજના મતદાનમાં પડ્યો હતો.

જાેકે હજી પણ મહિલા મતદારો સહિત શહેરના ઘણા મતદારોએ ભાજપા તરફી મતદાન કર્યું હતું તે સ્થાનિક નેતા – ઉમેદવારોને નજરમાં રાખીને કર્યું ન હતું પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નજરમાં રાખીને જ કર્યું હતું.ભાજપાના સંગઠનના નેતાઓ પણ ધીરા મતદાનના પગલે પેજ પ્રમુખોને કામે લગાડવા માટેના સંદેશાઓ આપ્યા હતા.સ બીજી તરફ કોંગ્રેસ સહિત વિપક્ષના કાર્યકરોએ પણ દોડધામ કરી મુકી હતી. શહેરના ભદ્દ ગણાતા, શિક્ષિત મતદારો ધરાવતા વિસ્તારોમાં મતદારોની નિરસતા અને શહેરની મધ્ય અને ગરીબ વિસ્તારોમાં મતદારોની મતદાન માટેની જાગૃતિ નજરે પડતી હતી.

મોકપોલમાં ૩ અને મતદાન દરમિયાન ૧ર ઈવીએમ ખોટકાયાં

મતદાન સવારે ૭ વાગ્યાથી શરૂ થયું હતું. મતદાન પ્રક્રિયા શરૂ થનાર પૂર્વે મોકપોલ દરમિયાન ૩ બેલેટ યુનિટ અને ૩ કંટ્રોલ યુનિટ ખોટકાતાં તેને તરત જ બદલવામાં આવ્યાં હતાં. જ્યારે મતદાન દરમિયાન વોર્ડ નં.૧માં ૪, ૬, ૧ર, ૧૩, ૧૪, ૧૬ અને ૧૭માં એક-એક તેમજ વોર્ડ નં.૧૦માં બે મળીને કુલ ૧ર મતદાન મથકો પર ૧પ બેલેટ યુનિટ અને ૩ કંટ્રોલ યુનિટ ખોટકાતાં કેટલોક સમય ખોટકાયું હતું. જાે કે, તંત્ર દ્વારા ગણતરીના સમયમાં ઈવીએમ બદલીને મતદાનની પ્રક્રિયા ફરી શરૂ કરાવી હતી.

કયા વોર્ડમાં કેટલું મતદાન થયું

વોર્ડ મતદારો મતદાન ટકા

૧ ૭૫,૩૩૧ ૪૨૩૯૨ ૫૬.૨૭

૨ ૬૭,૭૨૯ ૩૨૪૨૫ ૪૭.૮૭

૩ ૬૫,૪૧૮ ૩૨૩૪૯ ૪૯.૪૫

૪ ૬૬,૯૪૯ ૩૪૩૯૮ ૫૧.૩૮

૫ ૭૧,૫૯૨ ૩૩૯૬૧ ૪૭.૪૪

૬ ૮૨,૦૮૩ ૪૦૩૩૩ ૪૯.૧૪

૭ ૭૭,૫૫૫ ૩૫૫૬૧ ૪૫.૮૫

૮ ૮૫,૬૪૭ ૩૮૭૭૯ ૪૫.૨૮

૯ ૮૫,૫૨૯ ૩૮૯૧૨ ૪૫.૪૫

૧૦ ૮૮,૫૨૯ ૪૨૯૦૦ ૪૮.૪૬

૧૧ ૮૧,૭૨૦ ૩૪૬૨૮ ૪૨.૩૭

૧૨ ૭૯,૩૮૫ ૩૭૯૯૮ ૪૭.૮૭

૧૩ ૬૬,૮૯૬ ૩૩૨૬૭ ૪૯.૭૩

૧૪ ૮૨,૨૫૪ ૪૭૮૯૩ ૪૬.૦૭

૧૫ ૭૩,૩૦૫ ૩૩૭૫૬ ૪૪.૮૩

૧૬ ૭૭,૫૭૦ ૩૯૩૯૩ ૫૦.૭૮

૧૭ ૬૬,૯૮૪ ૨૮૯૨૯ ૪૩.૧૯

૧૮ ૭૧,૨૬૯ ૩૭૩૨૧ ૫૨.૩૭

૧૯ ૭૮,૩૨૭ ૩૮૮૭૩ ૪૯.૦૬

કુલ ૧૪,૪૬,૨૧૨ ૬૯૪૦૬૮ ૪૭.૯૯