અહિંયાના જંગલમાંથી સગાઈ કરેલા યુવક અને યુવતીની લાશ મળી, જાણો શું હતુ કારણ
03, ઓગ્સ્ટ 2021

અરવલ્લી-

શામળાજી નજીક જંગલમાં યુવક યુવતીની લાશ મળતા ચકચાર મચી ગઇ છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે ધુળેટા ગામનો યુવક અને ઓડ ગામની યુવતીનો લટકતી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આ બંને યુગલની સગાઈ થઇ ગઇ હતી. બનાવની જાણ થતાં જ શામળાજી પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. અને બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડીને વધુ તપાસ હાથ ધરી હતી. મીડિયા રિપોર્ટ મુજબ મૃતક યુવતીના પિતાની ફરિયાદના આધારે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. મૃતકોની ઓળખ ધુળેટા ગામના સંજય પાંડોર અને તેની સાથે સગાઇ કરેલી ઓડ ગામની યુવતી સાનિયા ડામોર તરીકે થઈ છે. સગાઈ કરી ચૂકેલા યુવક અને યુવતીએ આપઘાત કરી લેતા સમગ્ર પથકમાં ભારે ચર્ચા થઈ રહી છે.

બનાવની જાણ થતાં શામળાજી પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતક યુવક-યુવતીની લાશને પીએમ માટે હોસ્પિટલ ખસેડી હતી. બાદમાં ડોગ સ્કવોડ અને એફએસએલની મદદ લઇ પોલીસે મૃતક યુવતીના પિતાની ફરિયાદના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.હિંમતનગરના કનાઈ ગામે કોલેજમાં ભણતી ૧૯ વર્ષીય યુવતીએ આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે યુવતીના અંતિમ સંસ્કાર બાદ તેના મોબાઇલમાંથી વિધર્મી યુવકના મેસેજ મળતાં પરિવારે રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જાે કે, આ કેસમાં પોલીસના ઢીલા રવૈયાથી પરિવાર તથા ગામના લોકોમાં ભારે રોષ પણ જાેવા મળી રહ્યો છે.
© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution