વડોદરા : છેલ્લા બે-ત્રણ દિવસથી લાપતા બનેલા માંજલપુર રોડ સ્થિત દીનદયાળ વુડાના મકાનમાં રહેતા યુવાનનો રહસ્યમય સંજાેગોમાં આજે વાસદ મહિસાગર નદીમાંથી મૃતદેહ વાસદ પોલીસને મળી આવ્યો હતો. આ બનાવને પગલે દીનદયાળ વુડાના હાઉસિંગમાં ચકચાર મચી જવા પામી હતી. 

આધારભૂત માહિતગાર સૂત્રો અને વાસદ પોલીસસૂત્રો દ્વારા શહેરના માંજલપુર રોડ સ્થિત દીનદયાળ વુડા હાઉસિંગના ઈ-ટાવરના ફલેટમાં રહેતો અને સયાજીગંજ સ્થિત સિલ્વર લાઈન કોમ્પલેક્સ અને રાજમહેલ રોડ સ્થિત વ્રજસિદ્ધિ ટાવર ખાતે આવેલ કુરિયર કંપનીમાં સંદીપ હરીભાઈ જાેશી ગત સોમવારના રોજ નોકરી પર જવાનું કહીને તે ઘરેથી નીકળ્યો હતો. તે બાદ મોડી રાત સુધી ઘરે પરત આવ્યો નહોતો અને લાપતા બન્યો હતો. જાે કે, પરિવારજનો અને મિત્રવર્તુળે સંદીપની શોધખોળ શરૂ કરી હતી, પરંતુ તે મળી આવ્યો નહોતો અને તેના સગડ પણ મળ્યા નહોતા. આ સંદર્ભે પરિવારે માંજલપુર પોલીસ મથકે સંદીપ જાેશી ગુમ થયો હોવાની જાણવાજાેગ અરજી પણ આપી હતી.

દરમિયાન ગઈકાલે બપોરના સમયે અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પરના મહિસાગર નદીના બ્રિજ નીચે અજાણ્યા યુવાનનો મૃતદેહ નદીના કિનારે પડયો હોવાનો સ્થાનિક રહીશોની નજરે પડયો હતો. જેથી આ બનાવની જાણ ગામના સરપંચને કરતાં તેઓ બનાવના સ્થળે આવી પહોંચ્યા હતા, તે બાદ સરપંચે વાસદ પોલીસ મથકને જાણ કરી હતી. વાસદ પોલીસ બનાવના સ્થળે આવી પહોંચી હતી મૃતદેહ કબજે કરી તેની તપાસ કરતાં શહેરના માંજલપુર વિસ્તારમાં રહેતો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું, જેથી વાસદ પોલીસે માંજલપુર પોલીસનો સંપર્ક કરતાં લાપતા બનેલ સંદીપ જાેશી હોવાનું માલૂમ પડયું હતું. પરિવારે ઓળખવિધિ કર્યા બાદ વાસદ ખાતે પોસ્ટ મોર્ટમ કરી અંતિમક્રિયા માટે પરિવારજનોને મૃતદેહ સોંપવામાં આવ્યો હતો.