વડોદરામાં તમે જે શ્વાસ લો છો એ શુદ્ધ નથી

વડોદરા, તા.૪

વડોદરા મ્યુનિ. કોર્પોેરેશન ડબલ્યુઆરઆઈ ઈન્ડિયાના સહયોગથી હવાની ગુણવત્તા પર સ્ટેકહોલ્ડર કન્સલ્ટેશન વર્કશોપ સાથે ઈન્ટરનેશનલ ડે ઓફ ક્લીન એર ફોર બ્લૂ સ્કીસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિવિધ સરકારી વિભાગોએ વર્કશોપમાં ભાગ લીધો હતો. પાલિકાના અધિકારીઓ, ઉદ્યોગના પ્રતિનિધિઓ, બિલ્ડરો, ડેવલપર્સ અને નાગરિકોએ વાયુ પ્રદૂષણ ઘટાડવા માટે વાહનોના ઉત્સર્જન, રસ્તાની ધૂળ અને બાંધકામ પ્રવૃત્તિઓ પર વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો.

મ્યુનિ. કોર્પોેરેશન, નેશનલ ક્લીન એર પ્રોગ્રામ હેઠળ ક્લીન એર એકશન પ્લાન અને માઈક્રો એકશન પ્લાનનો અમલ કરી રહી છે. ડબલ્યુઆરઆઈ ઈન્ડિયા વડોદરા કોર્પોરેશનને અમલીકરણમાં ટેકનિકલ સપોર્ટ આપી રહી છે. ધ એનર્જિ એન્ડ રિસોર્સ ઈન્સ્ટિટયૂટ દ્વારા હાથ ધરવામાં આવેલ પ્રાથમિક એનાલિસીસ મુજબ વડોદરામાં વાયુ પ્રદૂષણમાં ફાળો આપતી કેટલીક ચાવીરૂપ પ્રવૃત્તિઓમાં વાહનોનો એક્ઝોસ્ટ, રોડ ડસ્ટ / રિ-સસ્પેન્શન, બાંધકામ પ્રવૃત્તિઓ, બાયોમાસ બર્ન્િંાગ અને ઔદ્યોગિક ઉત્સર્જન મુખ્યત્વે છે. તમામ સ્ટેકહોલ્ડર્સ દ્વારા હાથ ધરવામાં આવતાં ક્ષેત્રિય હસ્તક્ષેપો, હવાની ગુણવત્તા સુધારવા માટે જરૂરી ભાવિ પગલાંઓ અને હવાની ગુણવત્તા માટે માઈક્રો એકશન પ્લાનના અમલીકરણ બાબતે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

મ્યુનિ. કમિ. દિલીપ રાણાએ જણાવ્યું હતું કે, વડોદરામાં સ્વચ્છ હવા માટે પ્રયાસોના ભાગરૂપે અમે વ્યક્તિગત વાહનનો ઉપયોગ ઘટાડવા માટે ઈ-બસો જવી માસ ટ્રાન્સિટ સેવાઓમાં રોકાણ કરી રહ્યા છીએ.

જૂના વાહનોને બદલીને ટ્રાફિકને સુગમ બનાવવો અને રસ્તાઓની રાઈડિંગ ગુણવત્તામાં સુધારો કરવો, ઈ-વ્હીકલ ઈન્ફ્રાસ્ટ્રકચરને મજબૂત બનાવવું. જેમ કે ચાર્જિંગ પોઈન્ટ બનાવવા, સૌરઊર્જા તરફ પ્રયાણ અને મોટાપાયે વૃક્ષારોપણની પ્રવૃત્તિઓ સ્વચ્છ હવા તરફ કામ કરવાના કેટલાક ઉકેલો છે. વધુમાં અમે પ્લાનિંગ, પ્રોજેક્ટની પસંદગી અને અમલીકરણ માટે પ્રદૂષણના મુખ્ય સ્ત્રોતોને ઓળખવા માટે પદ્ધતિસરનો અભ્યાસ ટેરી દ્વારા હાથ ધરવામાં આવ્યો છે.

વાયુ પ્રદૂષણ ઘટાડવા માટે સામૂહિક પ્રયાસો પર ભાર મૂકતા જ્યોતિ પંકજ પટેલ, નાયબ પોલીસ કમિ. (ટ્રાફિક) જણાવેલ કે વાહનનું પ્રદૂષણ ઘટાડવા માટે આપણે સામૂહિક પ્રયાસની જરૂર છે. એકંદરે પ્રદૂષણમાં વાહનોનું ઉત્સર્જન મુખ્ય ફાળો આપે છે અને આરટીઓના ડેટા દર્શાે છે કે શહેરમાં ર૧ લાખ નોંધાયેલા વાહનો છે. ચાલવું, સાઈકલ ચલાવવી, ટ્રાફિક સિગ્નલો પર એન્જિન બંધ કરવા અને વનીકરણ જેવી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવું એ પ્રદૂષણ અટકાવવાના કેટલાક નિર્ણાયક પગલાં છે.

આ કાર્યક્રમમાં બોલતા સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના પ્રાદેશીક નિયામક ડો. પ્રસૂન ગરગવાએ જણાવ્યું કે, તેમણે શહેરમાં વાયુ પ્રદૂષણના મુદ્‌ાને ઉકેલવા માટે વૈજ્ઞાનિક સમજણને સામેલ કરવા પર ભાર મૂકયો હતો. તેમણે શહેરમાં પ્રદૂષણના મોટો ફાળો આપતા સ્ત્રોતોને ઓળખીને ચાલુ સ્ત્રોત વિભાજન અભ્યાસના તારણોના આધારે હોટસ્પોટ એકશન પ્લાન અને વાર્ષિક એકશન પ્લાનને ફરીથી ગોઠવવા પર પણ ભાર મૂકયો હતો.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution