01, માર્ચ 2021
4158 |
નડિયાદ : માતર તાલુકાના રધવાણજ ગામના ધર્મેન્દ્રકુમાર રવીન્દ્રકુમાર ગોરધનભાઈ સેનવાના આજ રોજ મેરેજ હતાં. તેઓ ઢોલ નગારા સાથે ઘોડા પર બેસીને વિવાહ કરવા જઈ રહ્યાં હતાં. તે પહેલાં વરઘોડાને મતદાન મથકે વિરામ આપીને તેઓ ઘોડા પર બેસીને પોતાનો મત આપવા ગયાં હતાં. વરરાજાએ વિવાહ પહેલાં રાષ્ટ્ર પ્રત્યેની પોતાની ફરજ બજાવી હતી.