કોરોનાને કારણે કેન્દ્ર પાસે રાજ્યોને GSTનું વળતર ચૂકવવા નાણાં નથી
29, જુલાઈ 2020

 દિલ્હી-

નાણાંકીય સચિન અજય ભૂષણ પાંડેએ મંગળવારે એક મીટિગમાં સંસદીય સ્થાયી કમિટીને જણાવ્યું કે, સરકાર હાલ આવકની વહેંચણી ફોર્મૂલા મુજબ રાજ્યોને તેમની જીએસટી ભાગીદારીને ચૂકવણી કરવાની સ્થિતિમાં નથી. સભ્યોના જણાવ્યા મુજબ, કોરોના વાયરસ મહામારી અને લોકડાઉનને કારણે આવકમાં થયેલા ઘટાડાના એક સવાબમાં નાણાં સચિવએ આ ટિપ્પણી કરી હતી. ત્યારબાદ સભ્યોએ કર્ય કે સરકાર રાજ્યોની પ્રતિબદ્ધતા પર કઈ રીતે અંકુશ લગાવી શકે છે. 

નામ જાહેર નહીં કરવાની શરતે જણાવ્યું કે પાંડેએ કહ્યું કે, જાે આવક સંગ્રહ એક નિશ્ચિત મર્યાદાથી નીચે જાય છે તો જીએસટી એક્ટમાં રાજ્ય સરકારોને વળતક આપવાના ફોર્મૂલાને ફરીથી લાગુ કરવાની જાેગવાઈ છે. ગયા સોમવારે નાણાં મંત્રાલયે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે ૨૦૧૯-૨૦ માટે જીએસટી વળતરના ૧૩,૮૦૬ કરોડ રૂપિયાનો છેલ્લો હપતો જાહેર કર્યો હતો.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution