દિલ્હી-

કોંગ્રેસનાં દિગ્ગજ નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન પી.ચિદમ્બરમે કોરોના રસીને લઈને મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. મણે કહ્યુ કે, કેન્દ્ર સરકાર ભાષણબાજી દ્વારા પોતાની નિષ્ફળતાઓ છુપાવવાનો પ્રયાસ કરી રહી છે. તેમણે આરોપ લગાવ્યો કે કોરોના રસીનાં ઉત્પાદન અને સપ્લાયમાં ધાંધલી થઇ છે. ચિદમ્બરમે કહ્યું કે, અમે શરૂઆતથી કહીએ છીએ કે પારદર્શિતા હોવી જોઈએ અને સાર્વત્રિક રસીકરણની વાત કરવી જોઈએ, પરંતુ તમે જ વિચારો કે દેશમાં 138 કરોડની વસ્તીમાં માત્ર બે રસી છે, તમે લોકો મને કહો કે આ પૂરતું છે ખરા? જણાવી દઇએ કે, વધતા જતા કોરોના સંકટ વચ્ચે દેશનાં ઘણા રાજ્યો તરફથી એવી ફરિયાદો આવી રહી છે કે તેઓએ રસીનો સ્ટોક લગભગ ખતમ થઇ ગયો છે. આ માટે લોકો કેન્દ્ર સરકાર તરફ આંગળી ચીંધી રહ્યા છે, જ્યારે આ આરોપો અને પ્રશ્નો વચ્ચે ખાનગી ચેનલ સાથેની ખાસ વાતચીતમાં કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો.હર્ષ વર્ધને કહ્યું હતું કે, મહારાષ્ટ્ર અને છત્તીસગઢ જેવા રાજ્યો કોરોના રસી ઉપર રાજકારણ કરી રહ્યા છે. ઘણા મહિનાઓ સુધી તેમણે ત્યાંના લોકોને રસી આપી ન હોતી. દેશમાં મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં સૌથી વધુ રસી આપવામાં આવી છે, કેન્દ્ર સરકાર કોના દિશાનિર્દેશોનું પાલન કરી રહી છે અને પ્રથમ રસી ફક્ત તે જ લોકોને આપવામાં આવી રહી છે જેને વધુ જરૂરી છે.