બોડેલીમાં યુવતીના બીભત્સ ફોટા મૂકતાં ખળભળાટ
05, ઓક્ટોબર 2020

બોડેલી : બોડેલીમાં રહેતા યુવકે બોડેલી તાલુકાના એક ગામમાં રહેતી યુવતીને તેના ઘરે બોલાવી દુષ્કર્મ ગુજાર્યાની તેમજ બિભત્સ વિડિઓ ઉતારી યુવતીના ફેસબુકના એકાઉન્ટ હેક કરી વીડિયો અપલોડ કર્યો હોવાની ફરિયાદ ભોગ બનનાર યુવતીએ બોડેલી પોલીસ સ્ટેશનમાં નોંધાવતા તાલુકા સહિત જિલ્લામાં સનસનાટી મચી જવા પામી છે.

ગત તા ૨૬-૧-૨૦ના રોજ યુવતીના ફેસબુક એકાઉન્ટમાં ધ્રુવ કામલિયા નામના યુવકે ફ્રેડ રિવેસ્ટ આવી હતી અને બન્ને ફેસબુકના માધ્યમથી મિત્ર બન્યા હતા ત્યાર બાદ બન્ને વોટ્‌સએપ પર વાતચીત કરતા હતા. ધ્રુવ યુવતીને મળવા માટે બોલાવતો હતો તેમજ યુવતીને ધમકાવતો હતો. ત્યાર બાદ ધ્રુવ તેના ઘરે બોલાવતા યુવતી તેને સમજાવવા તેના ઘરે ગયેલ હતી અને ઘરે ધ્રુવે દરવાજો બંધ કરી ધ્રુવએ યુવતીને જણાવ્યું કે શારીરિક સબંધ નહિ બાંધે તો તને જાનથી મારી નાખીશ અને આખા ગામમાં બદનામ કરી નાખીશ અને યુવતીની સાથે જબરજસ્તી કરીને શારીરિક સબંધ બાંધ્યા હતા ત્યાર બાદ યુવતી ગભરાઈને તેના ઘરે ગઈ હતી ધ્રુવ યુવતીને સતત હેરાન કરી ધમકાવતો હતો યુવતીના માતા પિતાએ ધ્રુવના ધરે જઈ ધ્રુવના માતા પિતાને સમગ્ર હકીકત જણાવતા આ બાબતે સંતોષકારક જવાબ આપ્યો ન હતો મારા છોકરા વિરુદ્ધ પોલીસ કેસ કરશો તો મારી નાખીશ મારી બહુ ઓળખાણ છે તેમ કહી ધમકી આપી હતી. સમગ્ર ઘટનાને લઈ ભોગ બનનાર યુવતીએ ધ્રુવનારાયણ કામલિયા, હરિશકુમાર કામલિયા, ચારુ કામલિયા વિરુદ્ધ બોડેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

એક મહિના પછી યુવતી અને તેની બહેનને વોટ્‌સએપ પર વીડિયો મોકલ્યો

ધ્રુવએ યુવતી સાથે જબરજસ્તી કરીને શારીરિક સબંધ બાંધ્યા હતા ત્યારે બાદ એક મહિના પછી યુવતી અને તેની બહેનને વોટ્‌સએપ પર વિડિઓ મોલયો હતો જે વીડિયોમાં યુવતી નગ્ન અવસ્થામાં હતી આ વિડિઓ ધ્રુવ શારીરિક સબંધ બાંધ્યો હતો તે સમયનો હતો યુવતીની જાણ બહાર ધ્રુવએ ઉતારી લીધો હતો ધ્રુવએ યુવતીનું ફેસબુક એકાઉન્ટ હેક કરી તેના પ્રોફાઈલમાં વિડિઓ અપલોડ કર્યો હતો આ સમગ્ર ઘટનાને લઈ તાલુકા સહિત જિલ્લામાં સનસનાટી મચી જવા પામી છે

પોલીસે ધ્રુવ સહિત ફરાર તમામ આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા

બોડેલી ખાતે રહેતા ધ્રુવ નારાયણ કામલિયા બોડેલી તાલુકાના એક ગામમાં રહેતી યુવતીને સતત ધમકાવતો હતો તેમજ ધ્રુવ યુવતીને કહેલ મળવા નહિ આવે તું મારા ધરે આવેલ હતી અને આપણા પ્રેમ સંબંધ છે તેવી અફવાઓ તારા ઘરે અને આખા ગામ તેમજ કોલેજમાં ઉડાવીશ. તેમજ અભદ્ર શબ્દો બોલી ધમકાવતો હતો આ સમગ્ર બાબતે યુવતીએ બોડેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી ફરાર આરોપીઓને પકડવા ચક્રોગતિમાન કર્યા છે

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution