ન્યૂયોર્ક,તા.૨૦ 

અમેરિકાએ ચીન પર ફરી નિશાન સાધ્યુ છે. વિદેશ મંત્રી માઈક પોÂમ્પયોએ કÌšં છે, ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીએ માત્ર પડોશમાં જ ખરાબ વલણ અપનાવ્યું છે એવું નથી, પરંતુ અમેરિકા અને યુરોપમાં પણ ખોટા ઈરાદાથી સાઈબર કેમ્પેઈનિંગ કરી રહી છે. તેમણે કÌšં કે, ચીન દુનિયાના સૌથી મોટા લોકતંત્ર ભારત દેશ સાથે સીમા પર તણાવ વધારવાનો પ્રયત્ન કરી રહી છે. દક્ષિણ ચીન સાગરમાં પણ તેઓ ખોટી રીતે તેમનો વિસ્તાર વધારી રહ્યા છે.

પોÂમ્પયોએ કÌšં, ચીન કોરોના વાઈરસ વિશે ખોટું બોલ્યો અને પછી તેને દુનિયાના બાકીના હિસ્સામાં પણ ફેલાવી દીધો. તેમણે પોતાના કાવતરાને છુપાવા માટે વિશ્વ સ્વાસ્થય સંગઠન ઉપર પણ દબાણ કર્યું છે. ચીન અમેરિકા અને યુરોપ વચ્ચે સાઈબર કેમ્પેઈન દ્વારા ખોટો પ્રચાર કરી રહ્યા છે, જેથી અહીંની સરકારોને નબળી બનાવી શકાય જ્યારે વિકાસશીલ દેશોને પોતાના દેવા અને નિર્ભરતાના દબાણમાં દબાવી દેવાય છે.

પોÂમ્પયોએ કોપનહેગન ડેમોક્રેસી સમિટ ૨૦૨૦માં યુરોપ અને ચીનના પડકાર વિષય પર વીડિયો કોન્ફરન્સ દ્વારા સંબોધન કર્યું હતું. તેમણે કÌšં હતું કે, પશ્ચિમી દેશોને વર્ષો સુધી આશા રહી કે તેઓ ચીનની કોમ્યુનિસ્ટ વિચારધારમાં પરિવર્તન લાવી શકે અને ત્યાંના લોકોના જીવનમાં સુધારો આવી શકે.