લંડન-

કોરોનાના મુખ્ય સંક્રમિત દેશોમાં સામેલ બ્રિટનમાં દરરોજ નવા દર્દી ૩ હજારથી ઓછા અને દરરોજ મૃત્યુ ૫૦થી ઓછા થઈ ગયા છે. એટલે કે જાન્યુઆરીના પીક કરતાં નવા દર્દી ૯૦% ઘટ્યા છે. આ વર્ષની શરૂઆતના દિવસોમાં અહીં દરરોજ ૫૦ હજારથી વધુ નવા દર્દી મળી રહ્યા હતા. ફેબ્રુઆરી બાદ યુરોપમાં કોરોનાની નવી લહેર આવી અને નવા કેસની સંખ્યા પણ અનેક ગણી વધી ગઈ. જ્યારે બ્રિટનમાં ફેબ્રુઆરી બાદ નવા કેસ બે તૃતીયાંશ ઘટ્યા છે.

નિષ્ણાંતો મુજબ સૌથી વધુ સંક્રમણ લાગ્યા બાદ બ્રિટને કોરોના પર નિયંત્રણ મેળવવા માટે સૌથી સફળ ઉદાહરણ રજૂ કર્યું છે. ઇમપેરિયલ કોલેજ ઓફ લંડનના એક રિસર્ચના આધાર પર કહેવામાં આવ્યું છે કે બ્રિટને ઝડપી વેક્સિનેશન અને યોજનાબદ્ધ તરીકે તબક્કાવાર લોકડાઉન લગાવ્યું હતુ. જાે કે, ઇન્ફેકશન અને મૃત્યુ વચ્ચે ચેનને તોડવામાં સફળ થયું છે. બ્રિટનમાં ૧૪ ડિસેમ્બરે દેશમાં વેક્સિનેશન શરૂ થયું હતું. અત્યાર સુધીમાં ત્યાં પોતાની ૪૮% વધુની વસ્તીને પ્રથમ ડોઝ આપવામાં આવ્યા છે. લંડનમાં બે દિવસ તો એવા આવ્યા જ્યારે કોરોનાથી એક પણ મૃત્યુ થયું ન હતુ. હવે અહીંયા અનલોકની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.

વડાપ્રધાન જાેનસને ૪ જાન્યુઆરી-૨૧ના રોજ આગામી ૬ મહીના માટે નવા પ્રતિબંધોની જાહેરાત કરી દીધી હતી. પરંતુ યોજનાની સાથે તબક્કાવારની પદ્ધતિ સ્પષ્ટ હતી. તેમાં કહેવામાં આવ્યું હતું કે ૮ માર્ચથી સ્કૂલ ખૂલી જશે. ૨૯ માર્ચથી લોકો બે પરિવાર અથવા ૬ લોકો બહાર જય શકશે. ૧૨ એપ્રિલથી બિનજરૂરી દુકાનો પણ ખૂલી જશે. ૨૧ જૂનથી તમામ પ્રકારના કાયદાકીય પ્રતિબંધો દૂર કરવામાં આવશે. બ્રિટનમાં એસ્ટ્રાઝેનેકા વેક્સિન આપવામાં આવી રહી છે. કેટલાક દેશોએ વેક્સિનથી બ્લડ ક્લોટિંગની થોડી ફરિયાદ બાદ તેના પર પ્રતિબંધ લગાવી દીધો હતો. જાે કે બ્રિટને કહ્યું કે વેક્સિનથી નુકશાનની સરખામણી કરતાં ફાયદો લાખ ગણો વધુ છે. તેણે એસ્ટ્રાઝેનેકા વેક્સિન આપવાનું ચાલુ જ રાખ્યું. જ્યારે યુરોપ વેક્સિનેશનમાં પાછળ રહી ગયું. અને બ્રિટન સંક્રમણની સાંકળ તોડવામાં સફળ રહ્યું.

જર્મનીમાં નવા કેસ ઝડપી ન ઘટવાના કારણે સરકાર ચિંતિત છે. ચાન્સેલર એંજેલા મર્કેલ થોડા સમય માટે કડક લોકડાઉનની તરફેણમાં છે. જર્મનીમાં નવેમ્બરથી જ અનેક પ્રકારના પ્રતિબંધ છે પરંતુ નવા કેસમાં કોઈ ઘટાડો થઈ રહ્યો નથી. માટે સરકાર પણ ઈચ્છે છે કે શોર્ટ નેશનલ લોકડાઉન લગાવવામાં આવે. ૧૬થી વધુ રાજ્યો આ મુદ્દે સંમત પણ છે. બ્રિટનમાં લોકડાઉનનો સપ્ટેમ્બરમાં પણ વિરોધ થયો હતો. પછી જાન્યુઆરીમાં નવા લોકડાઉન બાદ પણ વિરોધ થયો હતો, પરંતુ સરકાર કડક રહી. જાન્યુઆરીમાં લગાવેલા લોકડાઉનમાં દરેક વસ્તુ ખોલવાનો સમય મર્યાદા નક્કી હતી, જાે કે લોકોમાં ડર ન હતો.