મોરબી મોરબીમાં અનુસુચતી જાતિના યુવાન કર્મચારીએ પગારની માંગણી કરતા પગાર આપવાને બદલે માર મારવામાં આવ્યો હતો. જે બનાવ મામલે પોલીસે વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા સહિતના ૧૨ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ ચલાવી છે. જાેકે આરોપીઓ હજુ પોલીસને હાથ લાગ્યા નથી તો આરોપીઓએ આગોતરા જામીન અરજી કરી હતી જે કોર્ટે રદ કરી હતી.મોરબીમાં રેહતા નીલેશ દલસાણીયા નામના યુવાને આરોપી વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા, ઓમ પટેલ, રાજ પટેલ, પરીક્ષિત તેમજ ડી.ડી.રબારી અને અજાણ્યા સાત ઈસમો સહિત કુલ ૧૨ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યું હતું કે, યુવાન રાણીબા ઇન્ડસ્ટ્રીઝ ઓફિસમાં કામ કરતો હોવાનું ૧૬ દિવસ કામ કરી પગાર માંગતા આરોપીઓએ માર મારી ઈજા પહોંચાડી તેમજ મોઢામાં ચપ્પલ લેવડાવી અપમાનિત કરી બળજબરીપૂર્વક માફી મંગાવતો વીડિયો બનાવી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યાની ફરિયાદ નોંધાવી હતી.જે બનાવને પગલે મોરબી એ-ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી હતી. દરમિયાન ગઈકાલે અનુસૂચી જાતી સમાજ દ્વારા આવેદન પાઠવી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે પોલીસે વિવિધ ટીમો બનાવી આરોપી વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબાની ઓફીસ રાણીબા ઇન્ડસ્ટ્રીઝ સહિતના સ્થળોએ તપાસ ચલાવી હતી. જાેકે આરોપીઓનો પત્તો લાગ્યો ના હતો તો પાંચ આરોપીઓએ વિરુદ્ધ લૂંટની કલમ ઉમેરવામાં આવી છે. મોરબી સ્પેશ્યલ એટ્રોસિટી કોર્ટે રાણીબા સહિતના પાંચની આગોતરા જામીન અરજી કરી હતી.જે ફરિયાદને પગલે આરોપી વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા, ઓમ પટેલ, રાજ પટેલ, પરીક્ષિત અને ડી.ડી.રબારી એમ પાંચ આરોપીએ કોર્ટમાં આગોતરા જમીન અરજી રદ કરી હતી. જે આગોતરા જામીન અરજી કોર્ટે રદ કરી હતી. મોરબી સ્પેશ્યલ એટ્રોસિટી કોર્ટના સ્પેશ્યલ જજ વી.એ. બુદ્ધે આરોપીઓની આગોતરા જામીન અરજી રદ કરી છે.