વડોદરા

નકલી રેમડેસીવીર ઇન્જેક્શનના મામલામા પોલીસે ૨૫૮૧ નકલી ઇન્જેક્શનો સાથે ૭ આરોપીઓને ઝડપી પાડ્યા હતાં. તપાસ દરમિયાન અમદાવાદ પોલીસના હાથે ઝડપાયેલા બે આરોપીઓ દિશાંત જગદીશભાઇ માલવીયા અને નિતેશ કૈલાશકુમાર જાેષીને ટ્રાન્સફર વોરંટથી લાવી બે દિવસના રીમાંડ અત્રેની ક્રાઇમ બ્રાંચે મેળવી આજે અમદાવાદ ખાતે તપાસમા લઇ ગયા હતાં.

ક્રાઇમબ્રાંચની ટીમે અમદાવાદ એસ.વી.રોડ પર આવેલી હિલ્ટન હોટલ અને ક્રાઉન પેલેસ ખાતે બન્ને આરોપીઓને લઇ તપાસ માટે પહોંચી હતી. જ્યારે જે પ્રિન્ટીંગ પ્રેસમા બન્ને આરોપીઓએ નકલી રેમડેસીવીરના ઇન્જેક્શન ઉપર લગાવવા માટે સ્ટીકરો છાપ્યા હતાં. ત્યા પણ બન્ને આરોપીઓને લઇ જવાયા હોવાનું ક્રાઇમ બ્રાંચના પી.આઇ એમ.એચ.સોલંકીએ જણાવ્યું છે. પોલીસે બન્ને સ્થળો ઉપરથી પુરાવા એકત્ર કર્યા છે. હજી આવતી કાલે બુધવાર સુધીના રીમાન્ડ હોવાથી મંગળવાર રાત્રે પરત આવ્યા બાદ બન્ને આરોપીઓની વધુ પુછપરછ હાથ ધરી કૌભાંડ અંગેની મહત્વની જાણકારી મેળવાશે.