છોટાઉદેપુર

છોટાઉદેપુર કલેક્ટર એ તારીખ ૧૧ મેં ના રોજ થી તાત્કાલિક અમલ માં આવે તે રીતે જાહેરનામું બહાર પાડ્યું છે જે મુજબ હવે પછીથી સિવિલ હોસ્પિટલ છોટાઉદેપુર ખાતે કોવિડ ૧૯ ની સારવાર દરમિયાન મૃત્યુ પામેલ દર્દી ના ડેડ બોડી તેના પરિવાર ને સોંપવામાં આવશે નહિ. કોરોના વાયરસ ના ઝડપી સંક્રમણ ને ધ્યાન માં લઇ વાયરસ નું સંક્રમણ વધારે લોકો માં ના ફેલાય તે માટે આ ર્નિણય લેવાં,આ આવ્યો છે.

સાથે સાથે આ ડેડ બોડી ના જે તે દર્દીના ધાર્મિક રીત રિવાજ મુજબ અગ્નિસંસ્કાર અથવા દફનવિધિ કોરોના સંક્રમિત મૃતદેહો ના નિકાલ અંગે ની ગાઇડલાઇન તેમજ પ્રોટોકોલ ના પાલન સાથે છોટાઉદેપુર નગરપાલિકા એ જવાબદારી નિભાવવા ની રહેશે.આ જાહેરનામા નો ભંગ કરનાર જુદી જુદી કલમો હેઠળ શિક્ષા ને પાત્ર રહેશે.

છેલ્લા ઘણા સમય થી આ પ્રકાર ના જાહેરનામા અને મૃતદેહો ના નિકાલ ની વ્યવસ્થા ની ખુબજ જરૂરિયાત જણાતી હતી.ખાસ કરી ને કેટલાક કેસો માં કોરોના સંક્રમણ ની ગંભીરતા થી અજાણ અને બેદરકાર એવા લોકો સ્વજન પ્રત્યે ની લાગણી કે ભાવાવેશ માં તણાઈ જતા લોકો સલામતી ના નિયમો નો ખુલ્લેઆમ ભંગ કરી ડેડબોડી ઘરે લઇ જતા હતા તેમજ ડેડબોડી સ્નાન કરાવવા સહીત જુદી જુદી રીતે સીધા સ્પર્શ માં આવવા નું થતું હતું. જેના પરિણામે પરિવાર ના અન્ય સભ્યો ને સંક્રમણ નું જાેખમ વધી જતું હતું. આનાથી અલગ કેટલાક કેસો માં એવું પણ થતું હતું કે પરિવાર પાસે જાતે અંતિમક્રિયા કરવા જરૂરી માણસો ના હોય તેવા કેસ પણ જાેવા મળ્યા છે. તેવામાં પોતાના સ્વજન ની અંતિમક્રિયા માટે પરિવાર હાલાકી ભોગવતા હતા. આ જાહેરનામા થી ખરેખર નાગરિકો ને રાહત થશે અને તેઓ ની સલામતી જળવાશે.

જાે કે નાગરિકો માં એક ચર્ચા એવી પણ જાેવા મળી હતી કે માત્ર સિવિલ હોસ્પિટલ છોટાઉદેપુર માટે જ જાહેરનામું કેમ?? જિલ્લા ની બીજી અનેક કોવિડ હોસ્પિટલો માં અને ખાનગી દવાખાનાઓ માં પણ કોરોના ના દર્દીઓ ના મૃત્યુ થાય જ છે તો તે માટે કોઈ જાહેરનામું થશે કે કેમ ??