પાટણ-

પાટણ યુનિવર્સિટી દ્વારા માર્ચ એપ્રિલમાં યોજાનારી પરીક્ષાઓે લઈ મહત્વનો ર્નિણય કરવામા આવ્યો છે. આગામી ૩૧ માર્ચ અને ૬ એપ્રિલથી શરૂ થતી સ્નાતક ગ્રેજયુએટ કક્ષાની ઓફલાઈન પરીક્ષાઓ કોરોના સંક્રમણ પરિસ્થિતિને ધ્યાને લઈ મોકુફ રાખવામા આવી છે.

સમગ્ર દેશ સહિત રાજયભરમાં કોરોના સંક્રમણના અજગરી ભરડાનો સેકન્ડ વેવ શીખરોને આંબી રહયો છે . ચૂંટણીની સભાઓ , જાહેર રેલીઓ , અને અમદાવાદ ખાતે યોજાયેલ એક દિવસીય વન - ડે મેચ બાદ કોરોના સંકમણના કેસોમાં ઉત્તરોત્તર વધારો થતાં સરકારે ઓચિંતા મહત્વના ર્નિણયો કર્યા છે.

એક વર્ષ બાદ શરુ થયેલી યુનિવર્સિટી અને કોલેજ કક્ષાની ઓફલાઈન પરીક્ષાઓ સંક્રમણની પરિસ્થિતિને ધ્યાને લઈ હાલ પુરતી મોકૂફ રાખવાનો સરકારે ર્નિણય જાહેર કર્યો છે. જે અનુસંધાને પાટણ યુનિવર્સિટી દ્વારા આગામી ૩૧ મી માર્ચ અને ૬ એપ્રીલથી યોજાનાર સ્નાતક ગ્રેજયુએટ કક્ષાના વિવિધ અભ્યાસક્રમો જેવા કે , બી.એ. , બી.એસસી . , એલ.એલ.બી. , બી.એ.બી.એડ. , નર્સિંગ , સહિતની તમામ પરીક્ષાઓ મોકુફ રાખવામા આવી છે.

આ અંગે પાટણ યુનિવર્સિટીના કુલપતિએ માહિતી આપતા જણાવ્યું હતું કે , સરકારની સૂચના મુજબ આગામી સમયમાં યોજાનાર પરીક્ષાઓ હાલ પુરતી સ્થગીત કરી દેવામાં આવી છે અને સરકાર દ્વારા જાહેરાત કરાયા બાદ આ પરીક્ષાઓની નવી તારીખો જાહેર કરી ઓફલાઈન પરીક્ષાઓ લેવામાં આવશે.