31, મે 2021
દિલ્હી-
ભારતીય સૈન્યના આધુનિકિકરણની કવાયત યોગ્ય રીતે ચાલી રહી છે. સૈન્ય પ્રમુખ એમએમ નરવણે એ શંકા ફગાવી દીધી અને કહ્યું કે ચીન સાથે પૂર્વ લદાખમાં ચાલી રહેલા સંઘર્ષના કારણે એલએસી પર વધુ સંસાધાન ખર્ચ કરવાની જરુરત નથી, જેના કારણે સૈન્યને નવા હથિયાર ખરીદવામાં આર્થિક મુશ્કેલી પડી રહી છે.
ભારતીય સૈન્ય ચીફ નરવણે કહ્યું કે, છેલ્લા એક વર્ષથી હમણાં સુધી 21 હજાર કરોડ રુપિયાના હથિયાર ખરીદવા અંગેના કોન્ટ્રક્ટની પ્રક્રિયા પૂર્ણ થઈ છે. આ ઉપરાંત આર્મીમાં માળખાકીય સુવિધા વિકસાવવા માટે કેટલાક પ્રસ્તાવ પ્રક્રિયામાં છે. સૈન્યનું આધુનિકીકરણ કોઈ અન્ય પરેશાન વિના થઈ રહ્યું છે અને એ માટે જરુરી સંસાધાન સરકાર ઉપલબ્ધ કરાવી રહી છે.
ભારતીય સૈન્યના વડા નરવણે એમ પણ કહ્યું કે, ભારતીય સૈન્યના આધુનિકિકરણની પ્રક્રિયા યોગ્ય રીતે ચાલી રહી છે. તાજેતરમાં સામાન્ય ખરીદી યોજના હેઠળ 16 હજાર કરોડ રુપિયાથી વધુના કોન્ટ્રાક્ટની પ્રક્રિયા પૂર્ણ થઈ રહીછે અને પાંચ હજાહ કરોડ રુપિયાના 44 કોન્ટ્રાક્ટ નાણાકીય વર્ષ 2020-21માં ઈમરજન્સી ખરીદી પ્રક્રિયા હેઠળ પૂર્ણ કરવામાં આવી રહ્યા છે.ભારતીય સૈન્ય વડાએ કહ્યું કે, કેટલાક નાણાકીય ખરીદી પ્રસ્તાવ પ્રક્રિયામાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સૈન્ય નરવણેને આ સવાલો એ સંદર્ભે પૂછાયા હતા કે ચીન લદાખ અને અન્ય ભારતીય બોર્ડરો પર સંઘર્ષ કરી રહ્યું છે, ત્યારે ભારતીય સૈન્યની શું તૈયારી છે, એ સંદર્ભેમાં ભારતીય આર્મી ચીફે ખૂબ સચોટ જવાબ આપ્યા હતા.