અમદાવાદ, અમદાવાદના ન્યૂ આંબાવાડી હેલ્થ સેન્ટરે કિશોરને ખોટી રસી આપી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ધ્રુવરાજસિંહ વાઘેલા નામના કિશોરના પિતાએ આરોપ કર્યા છે કે, હેલ્થ સેન્ટરમાં સગીરને કોવેક્સીનના બદલે કોવિશીલ્ડ વેક્સિન અપાઈ છે. કોવિશીલ્ડ રસી અપાયા બાદ સગીર બેભાન થયાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

 ૧૫ વર્ષનો કિશોર બેભાન થઈ જતા સારવાર પણ આપવામાં આવી છે. આ મામલે સગીરના પિતાએ વાસણા પોલીસમાં અરજી કરી છે. જાે કે, આંબાવાડી હેલ્થ સેન્ટરના અન્ય કર્મચારીઓનો દાવો છે કે, કિશોરને યોગ્ય રસી જ આપવામાં આવી છે. કિશોરને ખોટી રસી લાગવાના આરોપ સાથે વિવાદ થતા કિશોરને રસી આપનાર કર્મચારી બેભાન થઈ ગયો હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. સગીરના પિતા જયદીપસિંહ વાઘેલાએ આ વિશે કહ્યુ કે, મારો દીકરો ૧૫ વર્ષનો છે. બીજાે ડોઝ આપવાનો હતો. આંબાવાડી હેલ્થ સેન્ટર પાસે હતો. કોવેક્સીનનો પહેલો ડોઝ આપ્યો હતો તેવી મેં જાણ કરી હતી, છતા કોવિશીલ્ડનો ડોઝ મારા દીકરાને આપી. જેના બાદ મારા દીકરાની તબિયત લથડી હતી. સ્ટાફ પોતાની ભૂલ માનવાને બદલે નાટક કર્યા હતા. દોષ ન આવે તો બચવા માટે બેહોશ થવાના નાટક કર્યા હતા. ૧૫ વર્ષના દીકરાને ૧૮ વર્ષની ઉપરના લોકોને અપાઈ તે વેક્સીન અપાઈ હતી. આ વિશે ડેપ્યુટી હેલ્થ ઓફિસર જીટી મકવાણાએ કહ્યુ કે, કોવેક્સીનનો ડોઝ અપાયાનુ સર્ટિફિકેટ પણ અપાયુ છે. ડો.કીર્તિબેને કોવેક્સીનનો ડોઝ અપાયાનુ જાેયુ જ છે. તમે તેમની પાસેથી જ જવાબ મેળવો. પલ્મોનોલોજિસ્ટ ડો.પાર્થિવ મહેતાએ આ વિશે જણાવ્યુ કે, એક વેક્સીન અપાયા બાદ બીજા પ્રકારની વેક્સીન અપાયા હોવાના કિસ્સા વિશ્વભરમાં થયા છે. આને ક્રોસ ઓવર સ્ટડી કહેવાય. આવા કિસ્સાથી કોઈને જાનહાનિ થઈ નથી. જાે બાળકને આ રીતે વેક્સીન અપાઈ હોય તો તેનાથી નુકસાન થવાની શક્યતા નહિવત છે. વેક્સીનના પ્રકાર અને ડોઝિંગ પણ એક જ હોય છે. તેથી બાળકોને મોટાઓની વેક્સીન અપાય તો તેની આડઅસરની શક્યતા ઓછી છે. હાલ ગરમીનુ પ્રમાણ છે, તેથી લૂ લાગવાથી બાળક બેભાન થયુ હોઈ શકે છે.