આણંદ, નડિયાદ : કોરોના મહામારીને કારણે આખરે ત્રણ મહિના પાછી ઠેલાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ હવે આવતાં વર્ષે યોજાઈ તેવી અટકળો શરૂ થઈ ગઈ છે. ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદી સુધારણાનો કાર્યક્રમ હાથ ધરવામાં આવતાં જાન્યુઆરી-૨૦૨૧માં ચૂંટણી યોજાશે, તેવો અંદાજ બાંધવામાં આવી રહ્યો છે. જાેકે, દરમિયાન એવું કહેવાઈ રહ્યું છે કે, આગામી તા.૧૦ નવેમ્બરના રોજ વિધાનસભાની ચૂંટણીનું પરિણામ જાહેર થયાં બાદ સ્થિતિ વધુ સ્પષ્ટ થશે. ભાજપ દ્વારા સારું પ્રદર્શન કરવામાં આવશે તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વહેલી પણ આવી શકે છે.  

પહેલાં એવું લાગતું હતું કે, દિવાળીટાણે ઢાલ-નગારાં વાગશે, પણ હવે એવું લાગી રહ્યું છે કે, ડિસેમ્બરના છેલ્લાં વીકમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના નગારાં વગશે. છતાં પણ રાજકીય પંડિતોનું માનવું છે કે, તા.૧૦ નવેમ્બરના પેટાચૂંટણીના પરિણામો પર બધો આધાર રહેલો છે.

તાજેતરમાં ગુજરાત વિધાનસભાની ૮ બેઠકોની પેટાચૂંટણી યોજાઈ હતી. હવે રાજ્યના ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજવાની દિશામાં તજવીજ હાથ ધરવામાં આવી છે. મતદાર યાદી સુધારણાનો કાર્યક્રમ જાહેર કરી દીધો છે. ચૂંટણીપંચની આ તૈયારીઓને જાેતાં રાજકીય વિશ્લેષકોનું કહેવું છે કે, આગામી જાન્યુઆરીમાં ચૂંટણીઓ યોજાય તેવી પૂરેપૂરી શક્યતા દેખાઈ રહી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય પક્ષોમાં પણ ફરીથી બેઠકોનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. નવેમ્બરના અંતમાં મોટાભાગની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ નગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતોની ચૂંટણી યોજવાનું નક્કી થયું હતું. કોરોના મહામારીને લઈને હવે ત્રણ મહિના સુધી આ ચૂંટણીઓને સ્થગિત કરી દેવામાં આવી હતી. એ પછી ગુજરાતમાં ખાલી પડેલી વિધાનસભાની બેઠકો પર ચૂંટણીપંચ દ્વારા નિયત સમયે વિધાનસભાની પેટાચૂંટણી યોજવામાં આવી હતી. કોરોના ગાઇડલાઇન અને એસઓપી મુજબ મતદાન પણ સુખરૂપ પૂર્ણ થઈ ગયું છે. હવે આગામી તા.૧૦ નવેમ્બરના રોજ મતગણતરી હાથ ધરાશે.

આ દરમિયાન ગુજરાત રાજ્યના ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની પાછી ઠેલાયેલી ચૂંટણી યોજવાની દિશામાં તજવીજ શરૂ કરાઈ છે. ચૂંટણી માટેનું સૌથી પહેલું પગલું મતદાર યાદી સુધારણા કાર્યક્રમ પણ જાહેર કરી દેવામાં આવ્યો છે. આ કાર્યક્રમ મોટાભાગે નવેમ્બર માસના અંત સુધીમાં પૂરો થઈ જશે. ત્યારબાદ આખરી મતદાર યાદી બહાર પાડવામાં આવશે. એવી શક્યતા જાેવાઈ રહી છે કે, જાન્યુઆરી, ૨૦૨૧માં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજવાનું જાહેરનામંુ બહાર પાડવામાં આવી શકે છે.

વિધાનસભાની પેટાચૂંટણી યોજી શકાતી હોય તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ કેમ નહીં?

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ત્રણ મહિના સ્થગિત કરવાના નિર્ણયના વિરોધમાં ગુજરાત હાઇકોર્ટમાં એક જનહિતની અરજી કરવામાં આવી છે. આ અરજીમાં એવું કહેવામાં આવ્યું છે કે, વિધાનસભાની પેટાચૂંટણી યોજી શકાતી હોય તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ કેમ નહીં?

વિધાનસભાની પેટાચૂંટણી યોજી શકાતી હોય તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ કેમ નહીં?

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ત્રણ મહિના સ્થગિત કરવાના નિર્ણયના વિરોધમાં ગુજરાત હાઇકોર્ટમાં એક જનહિતની અરજી કરવામાં આવી છે. આ અરજીમાં એવું કહેવામાં આવ્યું છે કે, વિધાનસભાની પેટાચૂંટણી યોજી શકાતી હોય તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ કેમ નહીં?