મુંબઇ
2007માં આવેલી ફિલ્મ 'અપને'થી ધર્મેન્દ્ર, બોબી અને સની દેઓલે દર્શકોના દિલ જીત્યા હતા. ત્યારે હવે દેઓલ પરિવારના ફેન્સ માટે ખુશીના સમાચાર છે. દેઓલ પરિવાર 'અપને' ફિલ્મની સિક્વલ લઈને આવી રહ્યો છે. ધર્મેન્દ્ર, સની અને બોબી દેઓલે પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર આ ફિલ્મની સિક્વલની જાહેરાત કરી છે. આ ફિલ્મની ખાસ વાત એ બની રહેશે કે દેઓલ પરિવારની ત્રણ પેઢી જોવા મળશે. ફિલ્મમાં સની દેઓલના દીકરા કરણનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
સની દેઓલે આ ફિલ્મની જાહેરાત કરતાં લખ્યું, "બાબાજીના આશીર્વાદ અને તમારા સૌના પ્રેમના કારણે અમે ફરી એકવાર સાથે જોવા મળીશું. ફરી એકવાર મારા પિતા અને ભાઈ સાથે કામ કરવાની તક મળતાં ખુશ છું અને આ વખતે સાથે મારો દીકરો પણ છે. #Apne2."
બોબી દેઓલે પણ 'અપને 2'ની જાહેરાત કરતાં ખુશી વ્યક્ત કરી છે. સાથે જ જણાવ્યું છે કે, આ ફિલ્મ દિવાળી 2021માં રિલીઝ થશે.