ન્યૂ દિલ્હી

૬૯ મો મિસ યુનિવર્સ સમારંભ અમેરિકાના ફ્લોરિડા સ્થિત હોલીવુડમાં સેમિનોલ હાર્ડ રોક હોટલ અને કેસિનોમાં યોજાશે. જેમાં વિશ્વભરના ૭૪ પ્રતિનિધિઓ તાજ માટે સ્પર્ધા કરશે. ઇવનિંગ ગાઉન રાઉન્ડથી માંડીને બિકિની રાઉન્ડ સુધી અને ત્યારબાદ રાષ્ટ્રીય પોશાક રાઉન્ડ સુધી આ યુવા બ્યુટીઝ તેમની સુંદરતા અને બુદ્ધિથી દુનિયામાં તહેલકો મચાવી પુરી રીતે તૈયાર છે. ખૂબ જરૂરી ગ્લિટ્‌ઝ અને ગ્લેમર નેશનલ કોસ્ચ્યુમ રાઉન્ડમાં લાવવાની હતી. જ્યાં પ્રેક્ષકોએ વિશ્વભરના ડિઝાઇનરોને તેમની રાષ્ટ્રીય વારસો અને સંસ્કૃતિનું પ્રદર્શન કરતા જોયું અને બધાને આશ્ચર્યચકિત કર્યા. સુંદર અને ઉત્કૃષ્ટ સાડી હૈદરાબાદ સ્થિત ડિઝાઇનર શ્રવણ કુમારે ડિઝાઇન કરી હતી. સાડીની બોર્ડર અને પલ્લુ ભરતકામથી શણગારેલી છે, જેમાં ત્રણસો વર્ષ જુની પિછવાળ કળાને સુશોભિત કરવામાં આવી છે.


પ્રખ્યાત ડિઝાઇનર શ્રવણ કુમારે કહ્યું કે "આ ૬ યાર્ડની સાડી ખૂબ જ સુંદર છે, મને લાગે છે કે તે જાદુઈ છે. તે આપણી સંસ્કૃતિને સુંદર રીતે આવરી લે છે. હું અને મારા કારીગરો ૫ મહિનાથી સાડીઓ વણવામાં રોકાયેલા છે. રાષ્ટ્રીય ફૂલનો રંગ અને મહિલાઓની આભાએ મને આ સાડીની રચના કરવા પ્રેરણા આપી છે.મોરની આંખની ડીટીલિંગ સાડીની આજુબાજુ કરવામાં આવી છે મને આનંદ અને ગર્વ છે કે એડાલાઇને યુનિવર્સલ સ્ટેજ કર્યું છે.