17, જાન્યુઆરી 2021
અમદાવાદ, ગુજરાતમાં રસીકરણના મહાઅભિયાનનો પ્રારંભ થયો છે. ત્યારે રસીકરણના પ્રારંભે મુખ્યપ્રધાન રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા. આ ઉપરાંત આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ પણ તેમની સાથે ઉપસ્થિત રહ્યા હતા. સિવિલ હોસ્પિટલમાં વેક્સિનનો પ્રથમ ડોઝ નવીન ઠાકર અને કેતન દેસાઇને આપવામાં આવ્યો. સંસ્કૃત શ્લોકના મંત્રોચ્ચાર સાથે રસી આપવામાં આવી. સીએમ રૂપાણી અને ડેપ્યુટી સીએમ નીતિન પટેલે વેક્સિન લેનારને બેચ લગાવી સન્માનિત કર્યા. બીજી તરફ અમદાવાદની જીસીએસ હોસ્પિટલમાં પણ રસીકરણનો પ્રારંભ થયો. રસી લેનાર કર્મચારીએ રસી લીધા બાદ જીએસટીવી સાથે ખાસ વાતચીત કરી.
કોરોના વેક્સિનેશનને લઈને મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું છે કે કરોના વેક્સીન પર સૌથી પહેલો અધિકાર હેલ્થ કર્મચારીઓની ડોક્ટર્સ નર્સનો છે. રસીકરણ શરૂ થયા બાદ સીએમ વિજય રૂપાણીએ પત્રકારોને પ્રતિક્રિયા અપાતા જણાવ્યું હતું કે ગુજરાતમાં કુલ ૧૬૧ સ્થળોએ રસીકરણ અભિયાન ચલાવવામાં આવશે. સીએમ રૂપાણીએ આગળ જણાવ્યું હતું કે પ્રથમ તબક્કામાં ડોક્ટરસમ નર્સ, મેડિકલ સ્ટાફ, સફાઈકર્મીઓ જેવા તમામ હેલ્થ વર્કર્સને રસીનો નો લાભ આપવામાં આવશે. સીએમ રૂપાણીએ જણાવ્યું કે કોરોના મહામારીમાં હેલ્થ વર્કર્સ પોતાના જીવનના જાેખમે લોકોની સારવાર કરવામાં અગ્રેસર રહ્યા. અનેક ડોક્ટર્સ અને નર્સ એવા પણ હતા જેમણે લોકોની સારવારમાં પોતાના જીવ ગુમાવ્યા છે. એટલે કોરોનની રસી પર સૌથી પહેલો અધિકાર આવા હેલ્થ વર્કર્સનો છે. અમદાવાદમાં નામાંકિત ડોક્ટર્સ મેડિકલ એસોસિયેશન પદાધિકારીઓએ શરૂઆત કરી છે. વધુમાં સીએમ વિજય રૂપાણીએ એમ પણ જણાવ્યું હતું કે દેશમાં બનેલી કોરોના વેક્સીન સંપૂર્ણ સુરક્ષિત છે અફવાઓથી બચવા અપીલ કરી હતી. રાજ્યભરમાં કોરોનાના પ્રથમ તબક્કાનું રસીકરણ શરૂ થશે. રાજ્યમાં ૧૩૯ સ્થળે વેક્સિનેશનની શરૂઆત થશે. રાજ્યમાં ૫ લાખ ૪૧ હજાર વેક્સિનના ડોઝ ફાળવાયા છે. ૧૬ હજારથી વધુ હેલ્થવર્કર્સને વેક્સિનેટર તરીકે ટ્રેનિંગ આપાઈ છે. તમામ કેન્દ્રો પર વેઇટિંગ રૂમ, વેક્સિન રૂમ, ઓબ્ઝર્વેશન રૂમ તૈયાર રખાયો છે.