રાજકોટ-

રાજકોટના આલાપ ગ્રીન સિટી વિસ્તારમાં આવેલી ઇસ્ઝ્ર આવાસ યોજના ક્વાર્ટરમાં રહેતાં પૂર્વ પાડોશી સંજયે ધોરણ ૧૨ની વિદ્યાર્થિનીને તેના પરિવારને મારી નાંખવાની ધાક ધમકી આપી પોતાની સાથે ધરાર પ્રેમસંબંધ રાખવા દબાણ કરી ત્રણ વખત બળજબરીથી દુષ્કર્મ ગુજાર્યુ હતું. આથી વિદ્યાર્થિનીના પરિવારે યુનિવર્સિટી પોલીસમાં આ અંગેની ફરિયાદ નોંધાવી છે. પોલીસે દુષ્કર્મ, પોકસો, એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપી સંજયની અટકાયત કરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર ભોગ બનનાર યુવતીની માતાએ ફરિયાદ દાખલ કરી હતી. તેમણે ફરિયાદમાં જણાવ્યું હતું કે, મારા પતિ બિમાર છે અને કામધંધો કરી શકતાં નથી. એટલે હું પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરુ છું.

મારી એક દીકરી ધોરણ-૧૨માં અભ્યાસ કરે છે જે સગીર વયની છે. પહેલા અમે જ્યાં રહેતાં હતા ત્યાં અમારા પાડોશમાં સંજય કણજરીયા રહેતો હતો. તે મારી દીકરીનો મિત્ર છે અને બ્લોકની નીચે અવાર-નવાર બેસે છે, એટલે હું તેને ઓળખું છું. તા. ૬ ફેબ્રુઆરીના રોજ મારી દીકરી સ્કૂલે ગઇ હતી અને બપોરે પાછી આવી ગઇ હતી. હું કામ પર ગઇ હતી. એ પછી મારા પતિ મારા નોકરીના સ્થળે આવેલા અને કહ્યું હતું કે બપોર બાદ દીકરી સ્કૂલે જવાનું કહીને નીકળી હતી, પણ સ્કૂલે તપાસ કરતાં ત્યાં રજા હોવાનું જણાવાયું હતુ.

શોધખોળ કરવા છતાં મળી નથી. વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, સ્કૂલે અમારી દીકરી મળી નહીં એટલે અમે શોધખોળ ચાલુ કરતાં આલાપ ગ્રીન સિટી પાસેના આરએમસી ક્વાર્ટર પાસે દીવાલ નજીક અમારી દીકરીની સાઇકલ પડી હતી એટલે ક્વાર્ટરનો દરવાજાે ખોલી જાેયું તો અમારો પૂર્વ પાડોશી સંજય બહાર નીકળ્યો અને અમને જાેઇને ડરી ગયો હતો. અમે તુરંત અંદર જઇને જાેયું તો રૂમમાં અમારી દીકરી મળી આવી હતી. અમે સંજયને તે કેમ અમારી પુત્રીને અહિં બોલાવી છે? તેમ પૂછતાં તેણે આજે મારો બર્થ ડે છે એટલે મેં તેને બોલાવી હતી, મારા બીજા ફ્રેન્ડ પણ આવ્યા હતાં અને તે જતાં રહ્યા છે એવી વાત કરી હતી.