વડોદરા, તા.૨૩ 

ડભોઈ તાલુકાના કરનાળી સ્થિત કુબેરભંડારી મંદિર તા.૧૯મી જુલાઈના રોજ જિલ્લા પ્રશાસન દ્વારા દર્શનાર્થીઓ માટે બંધ કરાવ્યું હતું અને વ્યવસ્થાપક મંડળ સાથે ચર્ચા બાદ તા.૩૧મી જુલાઈ સુધી મંદિરના દ્વાર બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. સોમવતી અમારે તેમજ શ્રાવણ મહિનામાં કુબેર ભંડારી મંદિર બંધ રહેતાં ભક્તો નિરાશ થયા હતા અને મંદિર ખૂલ્લું મુકવા માગ ઊઠી હતી. કરણીસેના દ્વારા મંદિરના દ્વાર ખોલવામાં નહીં આવે તો આજે સાંજે સામુહિક આરતી યોજવાની ચીમકી આપી હતી. ડભોઈાન ધારાસભ્ય શૈલેષ મહેતાએ પણ જિલ્લા વહીવટી તંત્રને મંદિરના દ્વાર ખોલવા અંગે જણાવ્યું હતું. જાે કે, તંત્ર દ્વારા આજથી મંદિર દર્શનાર્થે ખોલવાની મંજૂરી આપવામાં આવી હતી. મંદિરના વ્યવસ્થાપક રજનીભાઈ પંડયાએ જણાવ્યું હતું કે, કુબેર ભંડારી મંદિર ખૂલ્લું મુકવાનો આદેશ આવી ગયો છે. મંદિર સવારે ૮ થી સાંજે ૬ વાગ્યા સુધી ખૂલ્લું રહેશે તેમજ ભાવિકભક્તો સોશિયલ ડિસ્ટન્સિંગ અને સરકારની ગાઈડલાઈન મુજબ દર્શન કરે તેવી અપીલ કરાઈ છે.